• સમાધાન થયા પછી પતિએ પત્ની ગર્ભવતી હોવા છતાં ઢોર માર મારતા ગર્ભપાત થઇ ગયું
  • મને તારા કરતા રૂપાળી અને વધુ દહેજ આપે તેવી છોકરી સમાજમાં મળે છે, તમ કહી હું તમને લોકોને સમાજમાં ખોટા સાબિત કરી શકું તેવી ધમકી આપી
  • ઘરમાંથી કાઢી મુકવાનો આરોપ ધરાવતા અમદાવાદના પતિ સાસુ સસરા અને નણંદ વિરુદ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ


વડોદરા. પિયરમાંથી 10 લાખ રૂપિયા લઈને આવ તું મને શરૂઆતથી જ ગમતી નથી મને તારા કરતા રૂપાળી અને વધુ દહેજ આપે તેવી છોકરી સમાજમાં મળે છે, હું તમને લોકોને સમાજમાં ખોટા સાબિત કરી શકું તેમ છું. તેમ કહી પરિણીતા ગર્ભવતી હોવા છતાં ઢોર માર મારતા ગર્ભપાત થઇ ગયા પછી ઘરમાંથી કાઢી મુકવાનો આરોપ ધરાવતા અમદાવાદના પતિ સાસુ સસરા અને નણંદ વિરુદ્ધ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે,

ન્યુ સમા રોડ પર રહેતી પરિણીતાના વર્ષ 2013માં કૃષ્ણનગર, અમદાવાદ ખાતે રહેતા કૌશલેન્દ્રસિંહ હુલ્લારસિંહ રાઠોડ સાથે લગ્ન થયા હતા. લગ્ને સમયે પરિણીતાના પિતાએ દહેજમાં 6 લાખ રોકડ, 15 તોલા સોનુ, બાઈક તેમજ ઘર વખરીનો સામાન આપ્યો હતો. લગ્નબાદ પરિણીતા પતિ કૌશલેન્દ્રસિંહ, સાસુ બિનદેવી, સસરા હૂલ્લરસિંહ અને નણંદ મધુબેન સાથે સયુંકત કુટુંબમાં રહેતી હતી. લગ્નના 15 દિવસ પછીથી જ સાસુ, સસરા અને નણંદની ચઢામણીમાં આવેલા પતિએ તું દહેજ ઓછું લાવી છે તેમ કહી માર મારતો હતો.

વર્ષ 2015ના મેં મહિનામાં કૌશલેન્દ્રસિંહએ પત્નીને ઢોર માર મારી પત્નીના ભાઈને ફોન કરી સમાજમાં તારા કરતા વધારે દહેજ આપે તેવી છોકરીઓ મળે છે, જેથી મને તારી બેનની જરૂર નથી. એટલે તું અમદાવાદ આવી તારી બેનને લઇ જા તેમ કહ્યું હતું. ત્યારે પરિણીતાના માતા પિતા અને બંને ભાઈ અમદાવાદ ખાતે બેનના સાસરિયામાં પહોંચ્યા હતા. ત્યારે સાસુ, સસરા, નણંદ અને પતિને ખુબ સમજાવવા છતાં તમામને અપમાનિત કરી પહેરેલ કપડે પરિણીતા સહીત તમામને ઘરમાંથી કાઢી મુક્યા હતા.  પરિણીતા 2 વર્ષ સુધી પોતાના પિયરમાં રહી હતી. દરમિયાન વર્ષ 2017 માં સમાજના વડીલો દ્વારા મિટિંગ કરી સમાધાન કરાવતા સસરા હુલ્લારસિંહ પરિણીતાને પરત ઘરે લઇ ગયા હતા.

જો કે થોડા સમયપછી પતિએ પોત પ્રકાશ્યું હતું. અને ફરીથી મારઝૂડ કરવાનું શરૂ કરી પરિણીતા ગર્ભવતી હોવા છતાં ઢોર માર મારતા તેણીનું ગર્ભપાત થયું હતું. ત્યારબાદ કૌશલેન્દ્રસિંહએ પિતાનું ઘર છોડી પરિણીતાને લઇ ભાડેના મકાનમાં રહેવા જતો રહ્યો હતો. જ્યાં તેણીને માર મારી દહેજ પેટે વધુ દસ લાવવા જણાવ્યું હતું. પરંતુ તેણીને પાસે પૈસા ન હતા. જેથી કૌશલેન્દ્રસિંહ પત્ની સાથે સાસરીમાં વડોદરા રહેવા આવી પહોંચ્યો હતો.

દિવાળી આવતા અમદાવાદ તહેવાર કરવા જાઉં છું તેમ કહી જતો રહ્યો હતો. અને ત્યાં ગયા પછી ફોન પર મારે તારી સાથે લગ્ન જીવન વિતાવવું નથી અને તું મને છુટાછેડાં આપી દે અથવા તો તારા પિતા પાસેથી 10 લાખની વ્યવસ્થા કરી આપ. જેથી તેણીએ પૈસા નહિ હોવાનું કહ્યું હતું. ત્યારે કૌશલેન્દ્રસિંહએ તું મને શરૂઆતથી જ ગમતી નથી મને તારા કરતા રૂપાળી છોકરી સમાજમાં મળે છે, હું તમને લોકોને સમાજમાં ખોટા સાબિત કરી શકું તેમ છું તેવી ધમકી આપતો હતો. જેથી આખરે કંટાળેલી પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ સમા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !