કોરોનાનો કહેર વધતાની સાથે ડિજીટલ માધ્યમો થકી છેતરપિંડીના અવનવા કિમીયા ગઠિયાઓ દ્વારા અપનાવતા હોવાનું સામે આવી રહ્યું છે. મયુર ભુસાવળકરે મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી શરીરનું ઓક્સીજન અને પલ્સ રેટ માપવા અંગે ચાલતી એપ્લીસેશનોના ગોરખધંધા વિશે અભ્યાસ કર્યો હતો.

#watchgujarat.com કોરોનાનો વ્યાપ વધવાને કારણે લોકોના શરીરમાં ઓક્સિજનનું સ્તર અને પલ્સ ચેક કરવા માટે ઓક્સીમીટરનો ઉપયોગ ખુબ જ મોટી માત્રામાં લેવાય છે. સામાન્ય રીતે વ્યક્તિમાં ઓક્સિજન લેવલ 95 થી 100% સુધી હોવું જરૂરી છે. જો શરીર માંથી ઓક્સિજન લેવલ 90% થી ઘટી જાય તો વ્યક્તિને તાત્કાલીક તબીબનો સંપર્ક કરવો પડે છે. ડિજિટલ ઓક્સિમીટર રૂ. 1,000 થી રૂ. 2,000 ની રેન્જમાં પ્રાપ્ત થતા હોય છે.

સાયબર ગઠિયાઓ આજ પરિસ્થિતિનો લાભ લઇને લોકોને છેતરવા માટે મોબાઇલ એપ્લિકેશન આધારિત ડિજિટલ ઓકસીમીટર લઈ આવ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી સાયબર ગઠિયાઓ મોબાઇલ એપ્લિકેશન જે ડિજિટલ ઓકસીમીટર મીટર જેવું જ કામ કરે છે તેનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. સૌથી પહેલા ગુગલ પ્લે સ્ટોર ના માધ્યમથી ઓકસીમીટર એપ્લિકેશન ને લાઇવ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ અમુક એપ્લિકેશનની ફરિયાદ મળતા તે એપ્લિકેશન ને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. હજી ઘણી એપ્લિકેશનનો ડિજીટલ ઓક્સીમીટરની ગરજ સારે તેવા પ્રચાર સાથે પ્લે સ્ટોર પર જોવા મળી રહી છે. જેનો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ અને તેના પરિવારજનોનો જીવ જોખમમાં મુકી શકે છે. માત્ર જુઠા પ્રચાર આધારે ટકેલી એપ્લિકેશન ને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી. ત્યારે એપ્લિકેશન ને સાયબર ક્રિમિનલ્સ લિંક ના માધ્યમથી સોશિયલ મીડિયા પર apk ફોર્મેટમાં પ્રસારિત કરી રહ્યા છે,અને અમુક મેસેજ થકી સાયબર ક્રિમિનલ્સ લોકો કોરોના નામથી ભય ફેલાવીને લોકોને આવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ઉપયોગ કરવાની સલાહ આપતા પણ દેખાઇ રહ્યા છે.

એપ્લીકેશનના માધ્યમથી ગઠિયાઓ કેવી રીતે ચાલાકી પુર્વક તમારા પાસવર્ડ ચોરે છે.

ઓક્સિમીટર એપ્લિકેશનનો ઉપયોગ કરતી વેળાએ યુઝરને પોતાના શરીરમાં લોહીનું ઓક્સિજન લેવલ માપવા માટે મોબાઇલના રિયર કેમેરા ઉપર ફિંગર પ્રિન્ટ મૂકવાનું કહેવામાં આવે છે. પરિણામે એપ્લિકેશન યુઝરના ફિંગર પ્રિન્ટ અજાણી વ્યક્તિ સુધી પહોંચે છે. જ્યારે કોઇપણ એપ્લિકેશન કોઈપણ યુઝરના ફિંગરપ્રિન્ટ મેળવે તો ફિંગર પ્રિન્ટ આધારિત જેટલી પણ એપ્લિકેશનો ચાલી રહી છે,તે એપ્લીકેશ અને તેમાં રાખવામાં આવેલા ડેટા પર જોખમ વધી જાય છે. ખાસ કરીને ઈ-વોલેટ એપ્લિકેશનનો આસાનીથી દુરઉપયોગ થઇ શકે છે. અને તમારા ડિવાઇઝનું તમામ નિયંત્રણ સરળતાથી હેકર ના હાથમાં પહોંચી શકે છે,પરિણામે આવી એપ્લિકેશનો ડાઉનલોડ કરવાથી બચવું જોઈએ.

ડિજીટલ ઓક્સિ મીટર કેવી રીતે કામ કરે છે.

ડિજિટલ ઓકસીમીટરમાં બે પ્રકારની તરંગ લંબાઈ નો ઉપયોગ કરવામાં આવે છે. નંબર-1 ઇન્ફ્રારેડ અને નંબર 2 રેડ સાથે ડિજિટલ ઓકસીમીટરની અંદર તેના કાર્ય ને નિયંત્રિત કરવા માટે એક ઇન્ટીગ્રેટેડ સર્કિટ આવેલી હોય છે. તેના દ્વારા આંગળી પર બક્કલની જેમ લગાવ્યા બાદ સ્કેનીંગ થાય છે. અને ગણતરીની સેકંડોમાં પરિણામ ડિવાઇઝના ડાયલ પર જોવા મળે છે. જે 99% મોબાઈલ માં હાર્ડવેર સ્વરૂપે ક્યારે ઉપલબ્ધ હોતી નથી. પરિણામે એપ્લિકેશનની મદદથી શરીર માં આવેલ લોહીમાં ઓક્સિજન નું માપ કરવું ક્યારેય શક્ય હોતું નથી.

 

મયુર ભુસાળકર, સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેટર

(મયુર ભુસાવળકર છેલ્લા કેટલાય સમયથી સાયબર ક્રાઇમ સંબંધિત બાબતોનો ઉંડાણ પુર્વક અભ્યાસ કરીને લોકઉપયોગી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે. તેઓએ ગુજરાતના અનેક મહત્વના પ્રચાર માધ્યમોમાં ટોક-શો, વેબીનાર અને કોલમ થકી સાયબર સુરક્ષાના ઉપાયો સુચવ્યા છે.)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud