વડોદરા. મહાનગર પાલિકાની પુરવઠા હસ્તક શેરખી ઇન્ટેકવેલ ખાતે આવેલા નર્મદા કેનાલમાં સરદાર સરોવર નિગમ લી.દ્વારા 19 ઓક્ટોબર , સોમવારના રોજ મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. અને પાણી પુરવઠો 1 દિવસ માટે બંધ કરાશે. જેને લઈને શેરખી ઇન્ટેકવેલ ખાતેથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પાણી પુરવઠો મેળવી શકાશે નહિ.

પરિણામે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પાણી પુરવઠો મેળવતી ગાયત્રી નગર ટાંકી, નવીન વાસણા ટાંકી, હરિનગર ટાંકી, તાંદલજા ટાંકી, મકરપુરા જીઆઇડીસી વિસ્તાર ટાંકી, અને માંજલપુર ટાંકી ખાતેથી 19 ઓક્ટોબર , સોમવાર ના રોજ હળવા દબાણે, ઓછા સમય માટે, તથા વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે. 20 ઓક્ટોબર મંગળવારના રોજ સવારે અને સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહિ. 21 ઓક્ટોબરના રોજ સવારે તેમજ સાંજે હળવા દબાણે, ઓછા સમય માટે, તથા વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud