પત્નીએ પોલીસ લોકઅપમાં પતિ સહિતના ત્રણ આરોપીઓનું 1 મિનિટ 52 સેકન્ડનું વીડિયો રેકોર્ડિંગ કર્યું
પોલીસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ ગુનો નોંધીને યુવતી સામે કાર્યવાહી હાથ ધરી
વડોદરા. શહેરના છાણી વિસ્તારમાં રહેતા 3 શખ્સોની છેતરપિંડીના ગુનામાં ફતેગંજ પોલીસે ધરપકડ કરીને લોકઅપમાં ધકેલી દીધા હતા. આ દરમિયાન લોકઅપમાં કેદ પતિ સહિતના આરોપીઓની વાતચીતનું 1.52 મિનિટનું મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરી રહેલી પત્નીની પણ ફતેગંજ પોલીસે અટકાયત કરી હતી અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરની ફતેગંજ પોલીસે છાણી વિસ્તારના ટીપી-13માં રહેતા નટુભાઇ ડાભી, કૌશિક ડાભી અને સાહેબરાવ સોનવણેની મકાનની લે વેચના બહાને રૂપિયા પડાવી પાડવાના છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી. અને ત્રણ ભોજબાજોને ફતેગંજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યા હતા. ત્યારે ગત મોડી સાંજે રૂપાલી સંદીપ સોનવણે(રહે, પ્રમુખસ્વામીનગર છાણી ટીપી-13, વડોદરા) પોલીસની પરવાનગી વગર લોકઅપ રૂમ પાસે ઉભી રહી હતી. પોલીસને શંકા જતા યુવતીના હાથમાં રહેલો મોબાઇલ ફોન ચેક કર્યો હતો, જેમાં યુવતીએ લોકઅપમાં કેદ આરોપીઓનું 1 મિનિટ 52 સેકન્ડનું વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. વીડિયો રેકોર્ડિંગ કરવા અંગે યુવતી પાસે પોલીસે પરવાનગીની માંગણી કરતા કોઇ પરવાનગી ન હોવાનું જણાયું હતું.
અત્રે ઉલ્લખેનીય છે કે, મકાન લે વેચના બહાને રૂપિયા પડાવી પડવાના છેતરપિંડીની ગુનામાં સંડોવાયેલ રુપાલીના પતિ સાહેબરાવ સોનવણેની પોલીસે ધરપકડ કરી હતી. જેથી પતિને મળવા પહોંચેલી રુપાલીએ પોલીસ લોકઅપમાં વિડીયો રેકોર્ડિંગ કરી હતી. અને પોતે પણ ગુનો કરી બેઠી હતી. પોલીસે રૂપાલી સોનવાણે વિરુદ્ધ ઇન્ફ્રોરમેશન ટેક્નોલીજી એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી હતી.