•  પાદરા જંબુસર હાઇવે સ્થિત ફુલબાજ જકાતનાકા પાસે મોડી સાંજે બનેલી દુર્ઘટના
  •  માતેલા સાંઢની જેમ આવેલી લકઝરી બસે પાંચ વાહનો સહીત બે બાળકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
  •  બન્ને માસુમ બાળકો પાણીપુરી ખાઇ ઘરે પરત ફરી રહ્યાં હતા.
  • અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 વર્ષ અને 13 વર્ષના બાળકો સગા ભાઇઓ

પાદરા. જંબુસર હાઇવે રોડ ઉપર ફૂલબાગ જગાતનાકા પાસે પૂરઝડપે આવતી ખાનગી કંપનીની લક્ઝરી બસે બે નાના બાળકો સહિત પાંચ વાહનોને અડફેટે લીધા હતા. એકસાથે પાંચ વાહનોને અડફેટે લેતા હડકંપ મચી જવા પામી હતી. બસચાલકે બે બાળકો, આઇસર ટેમ્પો, ગાડી સહિત ત્રણ બાઇકને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે બાઈકનો કચ્ચરધાણ વળી જવા પામ્યો હતો.

આઇસર ટેમ્પાએ અડફેટે લીધેલ ઇજાગ્રસ્ત (ઘટના સ્થળે મોત નીપજેલ) બે બાળકો ને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. જેમાં મોટા પુત્રની ઉંમર 13 વર્ષ અને નાના પુત્રની ઉંમર 6 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. બંને મૃતક બાળકોને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જ્યારે પાદરા પોલીસે ઘટના સ્થળે જઇ અકસ્માત નો સર્વે હાથ ધર્યો હતો.

પાદરા ના હીરો સો રૂમ ની બાજુમાં રોડ પર રહેરા શ્રમજીવી પરિવારના પિતા પાસેથી ૨૦ રૂપિયા લઈને બહાર નિકળેલા બાળકો સગાભાઈ પાણીપુરી ખાઈ ને પરત ઘરે ફરતા હતા. તે સમય દરમ્યાન ખાનગી બસ (J.G.TRAVELLS) ના ચાલકે બે બાળકો સહીત અન્ય પાંચ વાહનો ને અડફેટે લઇ મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ જે.જી.ટ્રાવેલ્સ નો ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. પરંતુ જંબુસર સાઈડ થી પુર ઝડપે આવતી ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટીરીંગ પર કાબુ ગુમાવી રોડ પર ચાલતા બે બાળકો ને અડફેટે લીધા અન્ય વાહનોને અડફેટે લઇ ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ ગયો હતો.અને સામે આવેલી ગેરેજ તેમજ નાસ્તાની લારીઓ પર પાર્કિંગ કરેલ વાહનોને અડફેટે લીધા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud