• અગાઉ રાજસ્થાન અને દિલ્હી સરકારે RT-PCR ટેસ્ટની કિંમતમાં ધટાડો કર્યો હતો
  • ગુજરાતમાં RT-PCR ટેસ્ટની કિંમતમાં ધટાડો મંગળવારે જાહેર કરાયો
  • RT-PCR ટેસ્ટ લેબમાં કરાવો તો, રૂ 800 અને ઘરે આવીને કરવામાં આવે તો રૂ. 1,100 ચુકવવા પડશે

દિલ્હી-રાજસ્થાન બાદ ગુજરાતમાં કોવિડ ટેસ્ટના ભાવમાં ઘટાડો, RT-PCR ટેસ્ટ લેબમાં રૂ. 800, ઘરે આવીને કરશે તો રૂ. 1100 થશે

WatchGujarat. રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ RT-PCR ટેસ્ટની લેબમાં કિંમત ઘટાડીને 800 રૂપિયા કરી દીધી છે. જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે. જેનો અમલ આજથી થશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી. આ પહેલા રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા થતો હતો.

નીતિન પટેલે ઉમેર્યું હતું કે, 6 દિવસમાં કોરોનાના દર્દીઓને સારવારને લખતી પુરતી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરાઈ છે. જ્યારે આજે અમદાવાદને 400 નવા બેડની સુવિધા મળી છે. હાલમાં દર્દીઓને વેન્ટીલેટરની જરૂરિયાત વધારે પડી રહી છે, જેને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટીલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા તે એક મોટી સમસ્યા હતી. જેને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

More #RT-PCR #Covid #Nitinbhai patel #Watch Gujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud