• સુકન્યા બહેન (નામ બદલ્યું છે) ના લગ્ન 2005માં પાદરા તાલુકાના નેત્રા ગામના પ્રકાશ ધર્મેન્દ્રભાઇ ઠાકોર સાથે થયા હતા
  • લગ્નજીવન દરમિયાન પતિના દુર્વ્યવહાર સતત સહન કરતી સુકન્યા બહેન આજે નહિ તો કાલે પતિ સુધરી જશે તેવી આશાએ બેઠા
  • પ્રકાશ અન્ય યુવતિ સાથે પ્રેમલગ્ન કરી બીજે રહેવા જતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

WatchGujarat.  પ્રતાપ નગર વિસ્તારમાં રહેતા સુકન્યા બહેન (નામ બદલ્યું છે) ના લગ્ન 2005માં પાદરા તાલુકાના નેત્રા ગામના પ્રકાશ ધર્મેન્દ્રભાઇ ઠાકોર સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પતિના દુર્વ્યવહાર સતત સહન કરતી સુકન્યા બહેન આજે નહિ તો કાલે પતિ સુધરી જશે તેવી આશાએ બેઠા હતા. પરંતુ પ્રકાશે અન્ય યુવતિ સાથે પ્રેમ લગ્ન કરતા મામલો મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, સુકન્યા અને પ્રકાશ ધર્મેન્દ્રભાઇ ઠાકોરના લગ્ન હિંદુ રીતી રિવાજ પ્રમાણે વર્ષ 2005 માં થયા હતા. લગ્નકાળ દરમિયાન દંપત્તિને 2 બાળકો હતા. સુકન્યાબહેન સાથે તેનો પતિ નાની નાની વાતોમાં ઝગડો કરતો હતો. ત્યાર બાદ સુકન્યાબહેનને પતિ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. પતિ આજે નહિ તો કાલે સુધરી જશે તેમ વિચારીને સુકન્યા બહેન બધુ સહન કરતા હતા.

દરમિયાન પ્રકાશને તેને ફળિયામાં રહેતી રશ્મિકાબેન પટેલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. તેના કારણે તેની પત્ની પર ત્રાસ ગુજારતો હતો. પ્રેમ સંબંધની જાણ પત્નીને થતા તેણે વધારે ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું.

ત્યારબાદ સુકન્યા બહેનને ખબર પડી હતી કે, પ્રકાશે ખોટા ડોક્યુમેન્ટના આધારે માર્ચ-2012માં રશ્મિકા ભીખાભાઇ પટેલ સાથે બીજા લગ્ન કરી દીધા છે. વાતની જાણ પ્રકાશને કરતા તેણે સુકન્યાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માર્ચ 2020 માં પ્રકાશ તેની બીજી પત્ની રશ્મિકા સાથે અન્ય જગ્યાએ રહેવા માટે જતો રહ્યો હતો. મહિલા પોલીસે સુકન્યા બહેનની ફરિયાદના આધારે તેના પતિ પ્રકાશ તથા રશ્મિકા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud