- પીએમ મોદી દ્વારા તાજેતરમાં ગુજરાત સહિત અનેક રાજ્યોને કોરોના કાબુમાં લેવા માટે તાજેતરમાં તાકીદ કરવામાં આવી
- રાજ્ય સરકારના મંત્રી દ્વારા કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહોના ઢગલા થતા હોવાની વાતનો ઈન્કાર કરી રહ્યા છે
WatchGujarat. કોરોનાને કારણે રાજ્યમાં ગંભીર સ્થિતિ છે. પીએમ મોદી દ્વારા તાજેતરમાં ગુજરાત સહિત અનેક રાજ્યોને કોરોના કાબુમાં લેવા માટે તાજેતરમાં તાકીદ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં ચાર-ચાર લોકોના મૃતદેહો ખડકી દેવામાં આવી હોવાની તસવીર વાઇરલ થઈ છે. રાજ્ય સરકારના મંત્રી દ્વારા કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીઓના મૃતદેહોના ઢગલા થતા હોવાની વાતનો ઈન્કાર કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે જ ગાંધીનગરના સેક્ટર-30ના સ્મશાનગૃહની સ્થિતી કંઇક અલગ જ સચ્ચાઇ જાહેર કરી રહી હતી.
ગાંધીનગરના સેક્ટર-30ના સ્મશાનગૃહમાં એક સાથે ચાર કોરોના દર્દીના મૃતદેહો બોડીબેગમાં ભરીને અંતિમવિધિ માટે ખસેડાયા હોવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. સ્થિતી ખાડે જતા મોતનો મલાજો જળવાતો નથી તેવી લોક લાગણી પ્રવર્તિ રહી હતી.GJ 18 G 8045 નંબરની એમ્બ્યુલન્સમાં એકસાથે ચાર ડેડબોડીને બોડીબેગમાં ભરીને ખસેડાઈ હતી.
ગાંધીનગર મેયર રીટા પટેલે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આવું પહેલી વાર બન્યું છે. ત્યારે અમે જવાબદારો પાસે સ્પષ્ટતા માગી છે. શહેરના પ્રથમ નાગરિક તેમના વિસ્તારમાં આવી ઘટના બની હોવાનું કોઈપણ જાતના ખચખચાટ કર્યા વગર સ્વીકારીને માણસા, કલોલ જેવાં શહેરોમાંથી પણ મૃતદેહો અહીં આવતા હોવાનું જણાવ્યું હતું.