• દિવંગત અહેમદ પટેલના પુત્રના ફૈઝલના જન્મદિવસે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે
  • બોલીવુડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલે પણ શુભેચ્છા મેસેજ પાઠવ્યો
  • આ મેસેજને ટેગ કરીને ફૈઝલ પટેલે જે લખ્યું તે ચર્ચાનો વિષય બન્યું

WatchGujarat. આજરોજ કોંગ્રેસના કદ્દાવર નેતા દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો જન્મદિવસ છે. ફૈઝલના જન્મદિવસે તેણે ટ્વીટર પર મેસેજ લખ્યો કે, શું તુમ મારી સાથે લગ્ન કરીશ ? અને તેમાં બોલીવુડની જાણીતી અભિનેત્રીને ટેગ કરી છે. જો કે, થોડાક સમયમાં જ ટ્વીટ ડીલીટ થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે. પરંતું દરમિયાન ટ્વીટના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. હવે  આ મામલે સચ્ચાઇ કેટલી તેતો આવનાર સમય જ જણાવશે.

દિવંગત અહેમદ પટેલના પુત્રના ફૈઝલના જન્મદિવસે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. ત્યારે બોલીવુડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલે પણ શુભેચ્છા મેસેજ પાઠવ્યો હતો. અમિષા પટેલે ટ્વીટર પર લખેલા શુભેચ્છા સંદેશમાં લખ્યું કે,  હેપ્પી બર્થડે માય ડાર્લીંગ…લવ યુ. હેવ અ સુપર ઓસમ ઇયર. જો કે આ મેસેજને ટેગ કરીને ફૈઝલ પટેલે જે લખ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે.

ફૈઝલ પટેલે ટ્વીટર પર લખ્યું કે, થેન્ક્યુ અમીષા પટેલ. હું તને જાહેરમાં પ્રપોઝ કરૂ છું. શું તું મારી સાથે લગ્ન કરીશ. જો કે, આ પોસ્ટ પબ્લીશ થયાના ગણતરીના સમયમાં જ ડીલીટ મારી દેવામાં આવી હતી. પરંતુ તે પહેલા જ તેના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. અને હવે ચર્ચા છેડાઇ છે કે આ બંને વચ્ચે શું રંધાઇ રહ્યું છે.

જો કે, ફૈઝલ પટેલે અમીષા પટેલને તેને જન્મદિવસ નિમિત્તે કરેલા પ્રપોઝલનો તે સ્વિકાર કરે છે પછી ઇનકાર તેતો આવનાર સમય જ બતાવશે. પરંતુ વાયરલ મેસેજ પરથી એ અંદાજો લગાડી શકાય કે તે બે વચ્ચે કંઇક છે. સમગ્ર મામલો તુલ પકડતા અહેમદ પટેલની પુત્રીએ ટ્વીટર પર લખ્યું કે, મારા ભાઇએ ડીલીટ કરેલી ટ્વીટ વધારે વાંચશો નહિ. અમીષા પટેલ અમારા માટે પરિવાર છે. અને ત્રણ પેઢીથી મિત્રો છીએ.

Facebook Comments Box

Videos

Our Partners