પરિવારના જણાવ્યા પ્રમાણે રાહુલસીંગ નામનો આ યુવક તેમની દીકરીને છેલ્લા ત્રણ વર્ષથી હેરાન કરી રહ્યો છે
હદ તો ત્યારે થઇ કે જયારે યુવકે યુવતિને તલવારની અણીએ એસિડ એટેકની ધમકી આપવામાં આવી
આખા મામલાએ જોર પકડતા અને સીસીટીવી વાયરલ થતા આખરે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની હૈયા ધરપત આપી
WatchGujarat. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. અને પોલીસની કોઈ પકડ રહી ન હોય તેવા બનાવો અવારનવાર સામે આવે છે. આવો જ એક કિસ્સો ગતરોજ સામે આવ્યો હતો. જેમાં યુવકે તલવારની અણીએ યુવતિને એસીડ એટેકની ધમકી આપી દીધી હતી. હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
https://youtu.be/LwIXdXK8Sbk
કડોદરા વિસ્તારમાં રાહુલ સીંગ નામનો યુવક યુવતીને અવારનવાર પરેશાન કરતો આવ્યો છે. જોકે તેનો સીસીટીવી વિડીયો જે સામે આવ્યો છે તે ખુબ ચોંકાવનારો છે. જેમાં જોઈ શકાય છે કે આ એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને તલવારની અણીએ એસિડ એટેકની ધમકી આપી છે.
પરિવારના જણાવ્યા પ્રમાણે રાહુલસીંગ નામનો આ યુવક તેમની દીકરીને છેલ્લા ત્રણ વર્ષથી હેરાન કરી રહ્યો છે. સોસાયટીમાં આમ તો કોઈ પણ યુવતી પસાર થતી હોય તેની સામે તે ઝઘડો કરતો હોય છે. આ પરિવારની દીકરીને તે અભ્યાસ ન કરવા માટે દબાણ કરે છે. અનેક વખત તેને યુવતીને મારવાની ધમકી પણ આપી હતી.
પણ હદ તો ત્યારે થઇ કે જયારે તેને તલવારની અણીએ એસિડ એટેકની ધમકી આપવામાં આવી. સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે. છેલ્લા 3 વર્ષથી પરિવાર દ્વારા પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. પણ આજદિન સુધી પુરાવા માંગતી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પરિવાર માટે ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઇ ગયું છે. આ પરિવારે ઘર છોડવાનો પણ વખત આવ્યો છે.
આખા મામલાએ જોર પકડતા અને સીસીટીવી વાયરલ થતા આખરે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની હૈયા ધરપત આપી છે. જોવાનું એ રહે છે કે પોલીસ આવા સનકી અને માથાભારે યુવક સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ કે પછી કોઈ યુવતી તેના અત્યાચારનો ભોગ બને ત્યાં સુધી રાહ જુએ છે.