વડોદરા. બોલીવુડમાં સર્જાતા વિવાદોનું ક્રિકેટર્સ સાથે કનેક્શન નિકળવું કોઈ નવી બાબત નથી. હાલમાં અનુરાગ કશ્યપ અને પાયલ ઘોષનો મામલો ભારે ગરમાયેલો છે. ત્યારે આ વિવાદમાં પણ ક્રિકેટર ઇરફાન પઠાણનું નામ ઉછળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અનુરાગ કશ્યપ સામે ગંભીર આક્ષેપો કરનારી પાયલ ઘોષે ટ્વિટ કરીને ઇરફાન પઠાણના મૌન સામે સવાલો ઉભા કર્યા છે.
ડિરેક્ટર અનુરાગ કશ્યપ દ્વારા દુષ્કર્મ કરાયું હોવાનો ગંભીર આક્ષેપ એક્ટ્રેસ પાયલ ઘોષ દ્વારા કરવામાં આવતાં બોલીવુડમાં આ મામલાની ભારે ચકચાર મચી છે. આ મામલે બોલીવુડમાં અનેક મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે. મામલો હજી થાળે પડ્યો નથી ત્યાં આજરોજ પાયલ ઘોષે હારબંધ ટ્વિટ કરીને વિવાદમાં મૂળ વડોદરાના ક્રિકેટર ઇરફાન પઠાણને ઢસડ્યો છે. પાયલે ટ્વિટમાં સવાલ કર્યો છે કે, "ઇરફાન પઠાણ બધું જાણતો હોવા છતાં તે કેમ કંઇ બોલી રહ્યો નથી." છેલ્લા 14 કલાકમાં પાયલ ઘોષે ચાર ટ્વીટ કરીને વર્ષ 2014 માં જ્યારે ઇરફાન પઠાણ તેના ઘરે જ હતો અને મી. એ.કે.નો મેસેજ આવ્યો ત્યારે થયેલા સંવાદથી લઇને અનેક વાતો ટ્વીટર પર કહેવામાં આવી છે.
પાયલ ઘોષ દ્વારા વર્ષ 2014નો ઉલ્લેખ કરાયો છે ત્યારે તેની ઇરફાન પઠાણ સાથે વાતચિત આઈપીએલના સમયમાં થઈ હોવાનું જાણકારોનું માનવું છે. ક્રિકેટ ફેસ્ટિવલ ગણાતાં આઈપીએલમાં બોલીવુડ અને ક્રિકેટરો ખૂબ નજીક આવતાં હોય છે.
ઇરફાન પઠાણનો ઉલ્લેખ કરાયો હોય તેવા ટ્વીટ
મેં એવું નથી કહ્યું કે મી. કશ્યપે મારી સાથે રેપ કર્યો હતો, પણ મેં ઇરફાન પઠાણ સાથે બધી જ વાતચીત (XYZ) ની કરી હતી. બધુ જાણ્યા બાદ પણ તે ચુપ છે. જે એક સમયે મારો સારો ફ્રેન્ડ કહેવાતો હતો.
https://twitter.com/iampayalghosh/status/1317567005545746432
વર્ષ 2014 માં તે દિવસે મને એ.કે.ને મેસેજ આવ્યો હતો. અને મને તેની જગ્યાએ આવવા જણાવ્યું હતું. તે સમયે મારા ઘરે જ ઇરફાન પઠાણ હતો. તેની સામે મને મેસેજ આવ્યો હતો. મેં મી. કશ્પના ઘરે જવાની ના કરીને તેને વિનીત જૈનની પાર્ટીમાં જવા કહ્યું હતું. આશા રાખું તેને બધુ યાદ હશે
https://twitter.com/iampayalghosh/status/1317577831908507649
ઇરફાન પઠાણને ટેગ કરવા પાછળનો મતલબ એવો નથી કે મને તેમાં રસ છે. પણ મેં તેની સાથે મી. કશ્યપની રેપ સિવાયની તમામ વાતો શેર કરી હતી. હું જાણું છું કે, તે અને તેના ઘરડા માતા પિતા શ્રદ્ધામાં માને છે. એટલે મેં જે કંઇ જણાવ્યું હતું તેના વિષે કંઇ તેઓ બોલે તેમ હું ઇચ્છું છું.
https://twitter.com/iampayalghosh/status/1317595565614682112
અમે માત્ર સારા મિત્રો જ નહિ પણ પારિવારીક મિત્રો છીએ. જોઇએ દોસ્તી કોણ કોણ નિભાવે છે.
https://twitter.com/iampayalghosh/status/1317700564449284097