પેટા ચુંટણીના પરિણામ પહેલા સીઆર પાટીલની ટીમ તૈયાર, 39 શહેર જિલ્લામાં પ્રમુખની નિયુક્તિ કરાઇ
આગામી ચુંટણી માટે સીઆર સેના તૈયાર
ગુજરાત રાજ્યમાં સીઆર પાટીલની નિમણુંક બાદ અનેક શહેર - જિલ્લાઓમાં ભાજપ પ્રમુખની નિયુક્તિ કરવાની બાકી હતી. પેટા ચુંટણીના પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા 39 શહેર જિલ્લાઓમાં પાર્ટી પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. હવે પાલીકાની ચુંટણીમાં ટીમની ખરી પરીક્ષા યોજાશે.
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રમુખની નિયુક્તિ ઠેલવવામાં આવતી હતી. પરંતું પેટા ચુંટણીના પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા શહેર જિલ્લા મળીને 39 પ્રમુખની નિયુક્તિ જાહેર કરવામાં આવી હતી. ટીમ દ્વારા આગામી સમયમાં યોજાનાર પાલીકાની ચુંટણી અને વિધાનસભા 2022ની ચુંટણીને અનુલક્ષીને આગળની કામગીરી કરવામાં આવશે. સભ્યોની નિયુક્તિને કારણે આગામી સમયમાં યોજાનાર ચુંટણી પર તેની અસર જોવા મળશે. ભાજપ દ્વારા કેટલીક જગ્યાએ પ્રમુખને રીપીટ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલીક જગ્યાઓ નવા ઉમેદવારોને નિયુક્ત કરવામાં આવ્યા છે.