4.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાતા બપોરે 2 વાગીને 1 મિનીટે પગ તળેથી ધરતી હલી જતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી ગયા
કચ્છ. કોરોના અને વરસાદી આફત વચ્ચે કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. કચ્છમાં 4.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. બપોરે 2 વાગીને 1 મિનીટે પગ તળેથી ધરતી હલી જતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી ગયા હતા. દૂધઈથી નોર્થ ઈસ્ટમાં 7 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો. જોકે, જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી. પરંતુ આ આંચકો વધુ મેગ્નીટ્યુડનો હોવાથી ધ્રુજારી લાંબી ચાલી હતી.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભૂજ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. જેને લઈને કોરોના અને વરસાદને કારણે ઘરમાં ભરાયેલા લોકોએ ભરબપોરે ઘર બહાર દોટ મૂકી હતી. આ આંચકાની તીવ્રતા વધુ હોવાથી કચ્છવાસીઓને 2001નાં ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. જેને લઈને લોકોમાં રીતસરનો ફફડાટ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપના અતિ સક્રિય ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. ત્યારે કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. જો કે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે તેવી ચોંકાવનારી વાત સંશોધકો જણાવી રહ્યા છે.
- 4.1 ની તીવ્રતાનો આંચકો અનુભવાતા બપોરે 2 વાગીને 1 મિનીટે પગ તળેથી ધરતી હલી જતા કચ્છવાસીઓ ઘરની બહાર દોડી ગયા