• લોકડાઉનના સમયમાં નરેશભાઈએ ઢોલ વગાડીને “ભાગ કોરોના ભાગ… તારો બાપ ભગાડે ભાગ” ગાયું હતું.

અમદાવાદ. ગુજરાતી ફિલ્મસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ત્યારે પિતાનું સ્વાસ્થ્ય સુધરે તે માટે પ્રાર્થના કરવા હિતુ કનોડિયાએ સોશિયલ મિડીયામાં જાહેર અપીલ કરી છે.

20 ઓગષ્ટ 1943ના રોજ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં જન્મેલા નરેશ કનોડિયાએ “વેલીને આવ્યા ફૂલ” ફિલ્મથી અભિનય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એક સમયે તેઓ ગુજરાતી ફિલ્મજગતના સુપરસ્ટાર ગણાતા હતાં. તેમણએ 125 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. અનેક સફળ ફિલ્મો આપી છે. તેઓ ધારાસભ્ય પણ રહી ચૂકયા છે. હાલમાં તેમના પુત્ર હિતુ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર છે. અને કડીના ધારાસભ્ય છે.

લોકડાઉનના સમયમાં ઢોલ વગાડીને “ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ… તારો બાપ ભગાડે ભાગ” ગાતા નરેશ કનોડિયાનો વિડીયો સોશિયલ મિડીયામાં ભારે વાઈરલ થયો હતો. ગત તા. 20મીના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને યુ. એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

હિતુ કનોડીયાએ આજે સોશિયલ મિડીયામાં પિતાનો ફોટો પોસ્ટ કરી, તેમનું સ્વાસ્થ્ય જલ્દી સુધરી જાય તે માટે પ્રાર્થના કરવા જાહેર અપીલ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud