• દારૂબંધીના કાયદાનું કડક પાલન થતું હોવાના ભ્રમમાં રાચતી સરકારને ભાનમાં લાવે તેવો બનાવ.
  • સરકાર દારૂબંધીનો કાયદો કડક બનાવી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે તો આવા નેતાઓ આદિવાસી સમાજને કેવો સંદેશો આપવા માંગે છે?: ભાજપ સાંસદ મનસુખ વસાવા

 

નર્મદા. રાજ્યમાં દારૂ બંધીના કાયદાનું કડક પાલન થતું હોવાના ખોટો ભ્રમમાં રાચતી રાજ્ય સરકારને ભાનમાં લાવે તેવો બનાવ નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડ ખાતે બન્યો છે. ગત તા. 25 ઓક્ટોબરના રોજ ડેડીયાપાડા ખાતે દારૂનો અભિષેક કરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એટલે જ નહીં પ્રસંગે ઉપસ્થિત ભાજપી અગ્રણીઓ પ્રસાદી પણ ગ્રહણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઘટનાને ભરૂચના ભાજપી સાંસદ મનસુખ વસાવાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે.

ગત 25 ઓક્ટોબરના રોજ ડેડીયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત – ભૂમિપૂજન કરાયું હતું. પ્રસંગે ડેડીયાપાડા બી.ટી.પી.ના ધારાસભ્ય મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભા.જ.પ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડીયાપાડના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા સહિત અન્ય આદીવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે ખાખરાના પાનમાં દારૂ લઈ રસ્તા પર અભિષેક કરાયો હતો.

ભાજપી સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા પ્રમાણે, ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, પાણીથી પૂજન કરવામાં આવે છે. તેના બદલે નેતાઓ ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને અભિષેક કરી રહ્યા છે. એ પણ જાણવા મળ્યું છે કે કેટલાકે આ પ્રસાદી પણ લીધી હતી. સરકાર દારૂબંધીનો કાયદો કડક બનાવે છે, વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે, તો નેતાઓનો આ વ્યવહાર જોઈ આનાથી કેવો સંદેશો તેઓ આદિવાસી સમાજને આપવા માંગે છે?

અમે પહેલાં અબીલ – ગુલાલથી અભિષેક કર્યો હતોઃ શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન

નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે પહેલા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને નાળિયેર વધેરી કર્યું હતું. BTP MLA મહેશભાઈ વસાવાએ ખાખરના પાનમાં દારૂના અભિષેક કરવા જણાવ્યું, મહેશભાઈ વસાવાએ તે વખતે કહ્યું હતું કે એ તો આપણી આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud