• શહેરના ભટાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં વોચમેન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
  • અંદર જવા બાબતે પૂછપરછ કરતા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી વોચમેનને ઢોર માર માર્યો
  • આ ઘટનાને લઈને સોસાયટીના રહીશો ત્યાં એકઠા થઇ જતાં હુમલાખોરો ધમકી આપીને ભાગી ગયા

WatchGujarat. સુરતના ભટાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં અંદર જવા બાબતે પૂછપરછ કરતા વોચમેન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનના રાત્રી કફર્યુ દરમ્યાન થઈ હતી. મારામારીની આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મળતી માહિતી મુજબ સુરતના ભટાર સ્થિત આવેલી રવી શંકર એપાર્ટમેન્ટ સોસાયટીમાં બહારથી બે થી ત્રણ લોકો આવ્યા હતા. અને સોસાયટીમાં અંદર જવાની કોશિશ કરી હતી. જેથી વોચમેને અંદર કોને ત્યાં જવું છે તેમ કહેતા તેની સાથે ઝગડો કર્યો હતો. અને ત્યારબાદ બહારથી માણસો બોલાવી વોચમેનને ઢોર માર મરાયો હતો. આ ઘટનાને લઈને સોસાયટીના રહીશો ત્યાં એકઠા થઇ ગયા હતા. જેથી હુમલાખોરો ધમકી આપીને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ ઘટનના રાત્રી કફર્યુ દરમ્યાન થઈ હતી.

મુન્ના યાદવએ જણાવ્યું હતું કે રાતે ૧૧ વાગ્યા બાદ ઘટના બની હતી. બહારથી લોકો આવ્યા હતા સોસાયટીમાં અંદર જવા માટે જબરદસ્તી કરી રહ્યા હતા. જેથી મનાઈ કરતા અહી મારામારી કરાઈ હતી. વોચમેન રામ પ્રસાદને પણ માર મરાયો છે. પહેલા ત્રણ લોગ આવ્યા હતા અને મારામારી કરી હતી. જેથી અમે વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત કર્યો હતો. અને ત્યારબાદ ૧૫ થી ૨૦ લોકો આવ્યા હતા અને મારામારી કરી ધમકી આપી હતી. વોચમેનને તેનો જ ડંડો લઈને માર મરાયો છે. અને પત્થર પણ મરાયો છે. આ ઉપરાંત ધમકીઓ પણ અપાઈ હતી.

Facebook Comments Box

Videos

Our Partners