• દિવાળીના તહેવારો દરમિયાન ધીમે ધીમે ઠંડીનો પારો વધ્યો છે
  • છેલ્લા બે દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે ઠંડીને લઈને કરી આગાહી
  • આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે – હવામાન વિભાગ
  • ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી

WatchGujarat. હવે દિવાળી બાદ શિયાળની શરૂઆત થઇ ગઈ છે. તેમજ શિયાળા સીઝનની શરૂઆત થતા જ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ફૂલ ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. સૌ કોઈ વહેલી સવારે કસરત, યોગા કરવા નીકળી પડે છે. તેમજ સ્વેટર અને મફલરનો સહારો લઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે.

હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. રાજયમાં હાલ ઈશાન તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેને કારણે આગામી દિવસોમાં ઠંડીનું સામાન્ય વધવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10 થી 12 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. ત્યારે બીજી બાજુ અમદવાદમાં પણ તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર-પૂર્વમાં પવનો તેજ થતા તાપમાનનો પારો ગગડશે તેમ અહેવાલો મળી રહ્યા છે. રાજ્યમાં હાલ ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યો છે. ત્યારે સૌ કોઈ આ ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે તાપ લાગી રહ્યો છે. તો રાત્રે તેમજ વહેલી સવારમાં કકળતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. થોડા દિવસ અગાઉ આગાહી હતી કે કમોસમી વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud