• જોકે સ્પેશ્યલ અનરિઝર્વડ મેમુ ટ્રેનના કારણે મુસાફરોએ સામાન્ય કરતા વધુ ભાડું ચૂકવવું પડશે
  • વડોદરા, સુરત, ભરૂચ, ગોધરા, આણંદ, ખંભાત માટે સ્વતંત્ર દિવસના બીજા દિવસથી મેમુ ટ્રેનોનો ધમધમાટ

WatchGujarat. કોરોનાની બીજી લહેર બાદથી સામાન્ય મુસાફરો, વેપારીઓ, નોકરી ધનધાર્થીઓ માટે બંધ મેમુ ટ્રેનો 16 ઓગસ્ટથી વડોદરા ડિવિઝને ફરીથી નિયમિત દોડાવવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીના દોઢ વર્ષથી દેશભરમાં વિશેષ ટ્રેનો જ દોડી રહી છે તે પણ લોકડાઉન અને કોરોનાની બીજી વેવમાં બંધ થઈ ગઈ હતી. તેમાં પણ ખાસ કરી લાંબા અંતરની અને સંપૂર્ણ એસી ટ્રેનો જ ઝુઝ પ્રમાણમાં વિશેષ ભાડામાં ચલાવતી હતી.

તમામ લોકલ, મેમુ અને અન આરક્ષિત ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવાયું હતું. હવે બીજી લહેર પણ વહી ગઈ છે ત્યારે તમામ જનજીવન, વેપાર-ધંધા ધીરે ધીરે પાટા પર ચઢી રહ્યા છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મેમુ ટ્રેનને પણ 16 ઓગસ્ટથી નિયમિત પાટા ઉપર દોડાવવની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનની આણંદ-ગોધરા મેમુ સવારે 5.10 કલાકે ઉપડશે, જયારે બીજી ટ્રેન બપોરે 2.25 કલાકે નીકળશે અને ગોધરાથી બને ટ્રેનો અનુક્રમે સવારે 8.30 અને સાંજે 6.25 કલાકે ગોધરાથી રવાના થશે.

સુરત-વડોદરા મેમુ 18 ઓગસ્ટથી બપોરે 3.55 કલાકે ઉપડશે. વડોદરા-ભરૂચ મેમુ ટ્રેન સવારે 10.20 કલાકે ઉપડી બપોરે 12 કલાકે ભરૂચ પોહચે. ભરૂચ-સુરત મેમુ ભરૂચથી બપોરે 3.30 કલાકે ઉપડી સાંજે 5.20 કલાકે સુરત પોહચે. જ્યારે આણંદ-ખંભાત માટે 2 ડેમુ ટ્રેન દરરોજ 16 ઓગસ્ટથી અનુક્રમે સવારે 7.05 કલાક અને સાંજે 6 કલાકે ઉપડશે. ખંભાતથી આણંદ સવારે 6.50 અને સાંજે 5.45 કલાકે રવાના થશે.

વડોદરા, સુરત, ભરૂચ, ગોધરા, આણંદ અને ખંભાત માટે 7 જોડી મેમુ ટ્રેનો શરૂ કરાઇ રહી છે પણ આ ટ્રેનો રોજ વિશેષ ભાડામાં અનઆરક્ષિત ચલાવાશે. જેનું સામાન્ય મેમુ ટ્રેન કરતા ટીકીટ ભાડું વધુ રહેશે. જોકે મેમુ ટ્રેનો ચાલુ થઈ જતા સામાન્ય મુસાફરોને રિઝર્વેશન વગર અન રિઝર્વડ ટીકીટ ઉપર ટ્રેન સુવિધા મળી રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud