• આ ફીચરના ઉપયોગથી મોકલવામાં આવેલા ફોટો અને વીડિયોના લેવલ એકવાર જ જોવામાં આવશે
  • WhatsApp ના તમામ યુઝર્સ માટે આ ફીચર આ અઠવાડિયે લોન્ચ કરવામાં આવી શકે છે
  • આ ફીચરથી યૂઝર્સ માટે પ્રાઈવેસી વધશે, વૉટ્સએપના માલિક ફેસબુકે એક બ્લૉગ પોસ્ટમાં તેની જાણકારી આપી

WatchGujarat. આપણે સૌ જાણીએ છે કે દુનિયાભરમાં મેસેજિંગ માટે સૌથી વધુ WhatsAppનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાંક સમયથી WhatsApp તરફથી લગાતાર નવા ફીચર્સ લાવવામાં આવી રહ્યાં છે. જેનાથી તેના યૂઝર્સને વધારે સૂવિધા મળી શકે. તમને જણાવી દઈએ કે WhatsApp દ્વારા થોડા સમયમાં વધુ એક ફીચર લાવવામાં આવી રહ્યું છે. જેની જાહેરાત તાજેતરમાં જ વૉટ્સએપના માલિક ફેસબુકે એક બ્લૉગ પોસ્ટમાં કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ WhatsApp હવે એક નવુ “વ્યૂ વંસ” ફીચર લાવી રહી છે. મહત્વનું છે કે આ ફીચરની મદદથી ઈમેજને ફક્ત એકવાર જોઈ શકાશે. WhatsApp દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફીચરથી યૂઝર્સ માટે પ્રાઈવેસી વધશે. ઉલ્લેખનીય છે કે તેની ટેસ્ટિંગ સીમિત સંખ્યામાં beta યૂઝર્સ માટે શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે આ વિશેની જાણકારી વૉટ્સએપના માલિક ફેસબુક દ્વારા એક બ્લૉગ પોસ્ટમાં આપવામાં આવી હતી. જોકે કંપનીએ તેના માટે યૂઝર્સની પ્રાઈવેસીમાં સુધાર કરવાનું કારણ હજી નથી જણાવ્યું. આ અંગે ફેસબુકનો દાવો છે કે, આ ફીચર ફોન પરનો ભાર ઘટાડવામાં મદદ કરશે. મોટી સંખ્યામાં ફોટા અને વીડિયો રાખવાથી ફોન સ્ટોરેજ મુશ્કેલ બની શકે છે. આ ઉપરાંત વપરાશકર્તાઓને સેંકડો અથવા તો હજારો ફોટા અને વીડિયોમાંથી તેમને કાઢી નાખવા માટે પસંદગી કરવી પડી શકે છે. જેના કારણે યૂઝર્સની સરળતા માટે આ નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે.

જાણો કેવી રીતે કામ કરશે આ ફીચર

જ્યારે તમે વોટ્સએપ દ્વારા એક અદ્રશ્ય સંદેશ મોકલો છો, તો તમને મીડિયા પર “એકવાર જુઓ” ચિહ્ન દેખાશે. ફોટો કે વીડિયો રિસિવ કરનાર વ્યક્તિ માટે કોઈ પૂર્વાવલોકન હશે નહીં. એટલે કે વપરાશકર્તાએ તેને જોયા પછી, તેને ફરીથી ખોલી શકશે નહીં. તમને જણાવી દઈએ કે આ ફીચર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટમાં સમાન સુવિધાઓ જેવું જ છે. જેમ આ અન્ય એપ્લિકેશન પર મળેલા ફોટો કે વીડિયો રિસિવ કરનાર વ્યક્તિ બીજી વાર જોઈ શકતું નથી તેમજ WhatsAppમાં પણ થશે.

આ અંગે જણાવતા ફેસબુકે કહ્યું છે કે, ફોટો કે વીડિયો જોયા બાદ મેસેજ “ઓપન્ડ” તરીકે રહેશે જેથી ચેટમાં શું થઈ રહ્યું છે તે જાણવું મુશ્કેલ ન બને. વોટ્સએપ પર કોઈને પણ વ્યૂ ફસાયેલો ફોટો અથવા વીડિયો મોકલવા માટે, યુઝરે એપના કેમેરાનો ઉપયોગ કરવો પડશે. તેની સાથે ફોટો કે વીડિયો લીધા પછી, આયકન પર ટેપ કરો જે તેને એકવાર વ્યૂ તરીકે મોકલશે. ઉલ્લેખનીય છે કે આ ફીચરની સાથે ફોટો અથવા વિડિઓ મોકલ્યા બાદ યૂઝર તેને ફરીથી ખોલી શકશે નહીં. તેમજ તેને પ્રાપ્ત કરવા વાળા પણ ફક્ત એકવાર જ જોઈ શકશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ ફીચર આ અઠવાડિયે લોન્ચ કરવામાં આવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud