WatchGujarat. WhatsApp Upcoming feature: વોટ્સએપ યૂઝર્સ પાસે ટૂંક સમયમાં એક મોટું ફિચર આવનાર છે. કારણ કે WhatsApp નું નવું ફીચર આવી રહ્યું છે, જેથી યુઝર્સ WhatsApp પ્રોફાઇલ પરથી સીધા સ્ટેટસ અપડેટ જોઈ શકશે. એટલે કે સ્ટેટસ જોવા માટે અલગ ટેબ ખોલવાની જરૂર રહેશે નહીં. ખરેખર, લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp ના નવા ફીચર દ્વારા વોટ્સએપ પ્રોફાઇલ અને સ્ટેટસને એકસાથે લિંક કરવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી યુઝરને પ્રોફાઇલ અને સ્ટેટસ માટે અલગ ટેબ ખોલવી ન પડે. આવી સ્થિતિમાં યુઝર્સ જોઇ શકે છે કોન્ટેક્ટ લિસ્ટની પ્રોફાઇલ પરથી સીધા જ વોટ્સએપ સ્ટેટસ જોવા મળશે. WhatsApp ટ્રેકિંગ વેબસાઇટ WABetaInfo ની ટ્વિટર પોસ્ટ પરથી વોટ્સએપના આગામી ફીચર વિશે માહિતી પ્રાપ્ત થઇ છે.
https://twitter.com/WABetaInfo/status/1425512396861411330?s=20
પ્રોફાઇલ પરથી સીધા જોઈ શકશો Status
WABetaInfo ના અહેવાલો અનુસાર, WhatsApp ના નવા ફીચર પર હાલ કામ ચાલી રહ્યું છે. તેને લેટેસ્ટ બીટા વર્ઝન 2.21.17.5 કોડ સાથે જોવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, હાલમાં WhatsApp સ્ટેટસ માટે એક અલગ ટેબ આપવામાં આવ્યું છે, જ્યાં તમે WhatsApp સ્ટેટસ જોઈ શકો છો. પરંતુ નવા ફીચરની રજૂઆત બાદ વોટ્સએપ યુઝર્સ કોન્ટેક્ટ લિસ્ટના પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને સ્ટેટસ જોઈ શકશે. જ્યારે યુઝર પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરે છે, ત્યારે તેમને વોટ્સએપમાંથી બોક્સનો વિકલ્પ આપવામાં આવશે, જ્યાંથી યુઝર પસંદ કરી શકશે કે તેઓ વોટ્સએપ સ્ટેટસ કે વોટ્સએપ પ્રોફાઇલ જોવા માગે છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ખરેખર કંપની આ નવું ફીચર ક્યારે લોન્ચ કરશે.
કરી શકશે ચેટ ટ્રાન્સફર
WhatsApp દ્વારા હાલમાં જ યુઝર્સની સુવિધા માટે એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું હતું, જેની મદદથી યુઝર્સ તેમની સમગ્ર ચેટ હિસ્ટ્રી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમમાં ટ્રાન્સફર કરી શકશે. કંપનીનું નવું ફીચર ટૂંક સમયમાં iOS અને Android બંને ઉપકરણોના યુઝરો માટે ઉપલબ્ધ થશે, જેનાથી તેઓ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ iOS થી એન્ડ્રોઇડ પર સ્વિચ કરતી વખતે તેમની WhatsApp વોઇસ નોટ્સ, ફોટા અને ચેટ્સને ઉપકરણો વચ્ચે સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકશે.