WatchGujarat. લાખો ભારતીયો WhatsApp નો ઉપયોગ કરે છે. કોરોનાને કારણે આ એપનો ઉપયોગ પણ ઘણો વધ્યો છે. ચેટિંગની સાથે સાથે વીડિયો કોલિંગનો પણ વધુ ઉપયોગ થયો છે. જો આ એપમાં થોડી ખામી હોય તો સોશિયલ મીડિયા પર વોટ્સએપ ટ્રેન્ડ કરવાનું શરૂ કરે છે. વપરાશકર્તાઓ ટ્વિટરને ફરિયાદોથી ભરી દે છે. આ વખતે લોકોનું વોટ્સએપ Logout આપોઆપ થઈ રહ્યું છે. જે બાદ લોકોએ હંગામો મચાવ્યો હતો. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે એકલા નથી. બગને કારણે, ઘણા એન્ડ્રોઇડ યુઝર્સ વોટ્સએપમાંથી Logout થઈ રહ્યા છે.
મળી રહ્યા છે આ મેસેજ
ઘણા એન્ડ્રોઈડ યુઝર્સે વોટ્સએપ ખોલ્યું ત્યારે પોતે Logout જોવા મળ્યા. સાથે એક મેસેજ પણ મળ્યો. તેમાં લખવામાં આવ્યું હતું કે, 'તમારો નંબર હવે વોટ્સએપમાં નોંધાયેલ નથી. તમે બીજા ફોન પર નોંધણી કરાવી શકો છો. જો તમે આમ ન કર્યું હોય, તો તમારા એકાઉન્ટમાં પાછા લગિન કરવા માટે ફોન નંબર ચકાસો.
કરવા પડશે આવા કામ
WABetaInfo એ બગ વિશે માહિતી આપી. તમને જણાવી દઈએ કે આ પેજ WhatsApp ને ટ્રેક કરે છે અને યુઝર્સને જરૂરી માહિતી આપે છે. આ વખતે સ્ક્રીનશોટ શેર કરતી વખતે, તેણે લખ્યું, 'જો તમે તાજેતરમાં એન્ડ્રોઇડ વોટ્સએપમાંથી લોગ આઉટ કર્યું છે, તો ટેન્શન ન લો, તે એક બગ છે. તમે વોટ્સએપ પર ફરી લોગઇન કરી શકો છો.
https://twitter.com/WABetaInfo/status/1424323346892836864?s=20
WhatsApp એ લોન્ચ કર્યું નવું ફીચર
આપણે વોટ્સએપ પર જે પણ શેર કરીએ છીએ તે ડિજિટલ રીતે રેકોર્ડ થાય છે. એટલા માટે આ વખતે વોટ્સએપ એક ખાસ ફીચર 'View Once' મોડ લાવ્યું છે. આ મોડ દ્વારા મોકલવામાં આવેલ ફોટો અથવા વીડિયો એકવાર તમે તેને જોશો તે ચેટમાંથી આપોઆપ અદૃશ્ય થઈ જશે. જેથી તમામ યુઝર્સ વધુ પ્રાઈવસી મેળવી શકે. વોટ્સએપ આ સપ્તાહથી તેના તમામ યુઝર્સ માટે આ ફીચર લાવી રહ્યું છે, જેના માટે વોટ્સએપ લોકોના ફીડબેક પણ જાણવા માંગે છે.