નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે
ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા આજે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો
ચોમાસાએ સત્તાવાર વિદાય લેતા શિયાળાનું આગમન થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે
આગામી અઠવાડિયામાં જ રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થઈ જશે - હવામાન વિભાગની આગાહી
WatchGujarat. આ વર્ષે ચોમાસુ મોડુ શરૂ થવાના કારણે શ્રાદ્ધ પક્ષમાં પણ વરસાદનું વાતાવરણ રહ્યું હતું. જેના કારણે નવરાત્રીના પર્વમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ધીમો વરસાદ નોંધાયો હતો. હવે નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા આજે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. જેથી હવે ચોમાસું વિદાય લેતા શિયાળાનું આગમન થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આગામી અઠવાડિયામાં જ રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થઈ જશે.
ગુજરાતમાં શિયાળાના આગમન સાથે આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જેમાં રાજ્યભરમાં શિયાળાની જમાવટ શરુ થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. તેની સાથે રાજ્યમાં વરસાદે સત્તાવાર વિદાય લીધી છે. રાજ્યમાં હવે પવનની દિશા ઉત્તર તરફથી ઉત્તર-પશ્ચિમ થઇ જતા શિયાળાનું આગમન થઇ ચૂક્યું છે. આજે વહેલી સવારે ફુલગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જોકે બપોરના સમયે આકરા તાપનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. ત્યારે હાલ ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના પવન શરૂ થયાં છે. હવામાન વિભાગના સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જેથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયામાં જ ઠંડીનો ચમકારો અનુભવાશે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે.આ વખતનો શિયાળો પણ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લોકોને બરાબરના થથરાવી મુકશે. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો ચમકારો વધુ અસરકારક રહેવાની પણ શક્યતાઓ છે. શરદપૂર્ણિમા સુધીમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તેમજ આગામી ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડી શકે તેમ છે. તેમજ તહેવારોના દિવસોમાં પણ લોકોએ સ્વેટર પહેરવું પડશે તેવી સ્થતિ બની શકે છે.
જોકે ઋતુ ચક્ર બદલાતા આ વખતે ભાદરવા મહિનાનો તડકો આસો મહિનામાં પડી રહ્યો છે. પરંતુ દિવાળી પર્વની પહેલા જ શિયાળાની ફુલગુલાબી ઠંડીની શરૂઆત રાજ્યમાં થઇ ગઈ છે. જેથી લોકોને સવારે ગરમીથી રાહત મળી છે. તેમજ લોકો આ શિયાળાની શરૂઆતની ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાની શરૂઆત કરી દીધી છે. સાથે સાથે મોર્નીંગ વોક પર જનારા લોકોની સંખ્યા પણ વધવા પામી છે.
- નવરાત્રી પૂર્ણ થતાની સાથે જ રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે
- ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતા આજે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો
- ચોમાસાએ સત્તાવાર વિદાય લેતા શિયાળાનું આગમન થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે
- આગામી અઠવાડિયામાં જ રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થઈ જશે - હવામાન વિભાગની આગાહી