અભયમ ટીમે મહિલાની મુશ્કેલી દૂર કરી
જરૂરી નાણાકીય વ્યવસ્થાના અભાવે મુંઝાયેલી મહિલાએ અભયમનો સહારો લીધો
અભયમ ટીમે વીમા એજન્સી અને દવાખાના સાથે વાટાઘાટો કરીને એ મહિલાને મુશ્કેલીમાંથી માર્ગ કાઢ્યો
WatchGujarat.181 અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઇન વિવિધ રીતે અને વિશિષ્ઠ રીતે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ ને મદદરૂપ બને છે, એમને સુરક્ષા આપે છે અને એમને માર્ગદર્શન આપે છે.એવી જ એક ઘટનામાં વડોદરા અભયમે એક મુશ્કેલી અને મૂંઝવણમાં મુકાયેલી મહિલાને મદદરૂપ બનીને ફરજ પરસ્તીનો ઉજ્જવળ દાખલો બેસાડ્યો છે.
મેડિકલેમ પોલિસીમાંથી બિલ ચૂકવી દઈશ એવા વિશ્વાસ સાથે આ મહિલાએ એના પુત્રને એક મોટી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.પરંતુ ખરા સમયે ટેકનિકલ વાંધાઓના આધારે એજન્સીએ બિલ ચૂકવવાની અસમર્થતા વ્યક્ત કરતાં,જરૂરી નાણાકીય વ્યવસ્થાના અભાવે મુંઝાયેલી મહિલાએ છેવટના ઉપાય તરીકે અભયમ મહિલા સુરક્ષાની મદદ માંગી હતી.અભયમ ટીમે વીમા એજન્સી અને દવાખાના સાથે વાટાઘાટો કરીને એ મહિલાને મુશ્કેલીમાંથી માર્ગ કાઢી આપતાં ખૂબ રાહતની લાગણી સાથે એમણે અભયમનો દિલથી આભાર માન્યો હતો.એક ખાસ કિસ્સા તરીકે અભયમે આ મહિલાની મુશ્કેલીમાં માર્ગ કાઢવામાં મદદ કરી હતી.
અભયમ પ્રવક્તાએ જણાવ્યું કે મેડીક્લેમ કે વીમા પોલિસીઓની યોગ્ય રીતે સમજણ દરેક વીમાધારકે મેળવી લેવી જોઈએ અને એજન્સીઓએ પણ વિમેદારોને ઉચિત સમજણ ફરજ સમજીને આપવી જોઈએ. અમે બિલની રકમમાં ઘટાડોના કરાવી શકીએ પરંતુ મહિલાની મુશ્કેલીને અનુલક્ષીને અભયમે આ કિસ્સો હાથ પર લીધો હતો અને હોસ્પિટલના સહયોગી અભિગમને લીધે તેમને હપ્તામાં બિલ ભરવાની રાહત મળી હતી.ખાસ કિસ્સા તરીકે જ આ બાબત હાથ પર લેવામાં આવી હતી.તેમણે જણાવ્યું કે હોસ્પિટલો પણ મેડીક્લેમના વિમેદારોની સારવાર સમયે સમયસર ઉચિત સંકલન વીમા સંસ્થાઓ સાથે કરે એ ઇચ્છનીય છે.
ઘટના અંગે જાણકારી આપતાં અભયમ પ્રવક્તા એ જણાવ્યું કે અમિતનગર મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ થયેલ મહીલાના પુત્રનો મેડિક્લેમ નામંજૂર થતા હોસ્પિટલ બિલ ભરવાની વિમાસણ સર્જાઈ હતી. મહીલા એ 181 મહીલા હેલ્પલાઇનમા કોલ કરી પોતાની આપવીતી જણાવી બીલભરી શકાય તેમ નથી જેમાં મદદરૂપ બનવા વિનતી કરતા અભયમ ટીમે હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી માનવતાના ધોરણે બીલની રકમમા શક્ય તેટલું ડિસ્કાઉન્ટ અપાવ્યું અને બાકીની રકમ હપ્તાથી ચૂકવવાની સુવિધા અપાવતા મહીલાને ઘણી રાહત પહોચી હતી.
- અભયમ ટીમે મહિલાની મુશ્કેલી દૂર કરી
- જરૂરી નાણાકીય વ્યવસ્થાના અભાવે મુંઝાયેલી મહિલાએ અભયમનો સહારો લીધો
- અભયમ ટીમે વીમા એજન્સી અને દવાખાના સાથે વાટાઘાટો કરીને એ મહિલાને મુશ્કેલીમાંથી માર્ગ કાઢ્યો