•  નોટિફાઇડ રહેણાંક વિસ્તારમાં કોમન પ્લોટનો વિવાદ ચરમસીમાએ પોહચ્યો
  •  કોલેજ માટે રહેણાંક વિસ્તારની વચ્ચે જ પ્લોટની ફાળવણી કરી છે, જે પ્લોટ રદ કરવા રજુઆત
  •  જીઆઇડીસીના અધિકારીઓએ ગંભીરતાથી પગલાં ભરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

WatchGujarat.અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં કોમન પ્લોટ નંબર 7 નો વિવાદ હવે ચરમસીમાએ પોહચ્યો છે. સોમવારે રોષે ભરાયેલી મહિલાઓએ થાળી વેલણ લઈ કચેરીએ પોહચી હલા બોલ કર્યો હતો. થાળીઓ ખખડાવી મહિલાઓએ કોલેજ માટે રહેણાંક વિસ્તારની વચ્ચે જ પ્લોટની ફાળવણી રદ કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી.

અંકલેશ્વર નોટીફાઇડ રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ નો વિવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી ની ઓફીસ ખાતે જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ હલ્લા બોલ કરી ભારે હોહા મચાવી દીધી હતી.

જન જાગૃતિ આંદોલન સમિતિ ના નેજા હેઠળ હવે આ મામલે સ્થાનિક મહિલાઓએ મોરચો સંભાળ્યો હતો.મહિલાઓએ અધિકારીની ઓફીસમાં ઘુસી જઇ તાળીઓ અને થાળીઓ વગાડી ઉગ્ર અંદાજમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓનું જણાવવુ હતુ કે જીઆઇડીસી દ્વારા કોલેજ માટે રહેણાંક વિસ્તારની વચ્ચે જ પ્લોટની ફાળવણી કરી છે, જે પ્લોટ રદ રદ થવી જોઈએ. મહિલાઓએ જીઆઇડીસી ઓફીસમાં હલ્લો મચાવી પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અંતે ભારે વિનવણીઓ બાદ મામલો હાલ પૂરતો થાળે પડ્યો હતો. સ્થાનિક જીઆઈડીસી કચેરીના અધિકારીઓએ આ મામલે ગંભીરતાથી પગલા ભરાશે તેવી બાહેંધરી આપી હતી.

Facebook Comments Box

Videos

Our Partners