• ફરજ દરમિયાન પોતાના કાળજાના કટકો શું કરે છે તે મોબાઇલ એપ દ્વારા જોઈ શકશે
  • આધુનિક દિશા તરફ આગળ વધી રહેલા પોલીસ તંત્રએ કર્મચારીઓની સામાજિક જવાબદારીની પણ એટલી જ દરકાર રાખી
  • જેના કારણે મહિલા દરેક પોલીસ કર્મચારી ફરજ દરમિયાન બાળકોની ચિંતામાંથી મુક્ત બનશે

WatchGujarat.ગુજરાત રાજ્યનાં DGP આશીષ ભાટીયા સોમનાથ ખાતે પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં હાજરી આપતા પૂર્વે ગતરાતે રાજકોટ આવી પહોંચતા સરકિટ હાઉસ ખાતે તેમનું ગાર્ડ ઓફર ઓનરથી સન્‍માન કરાયું હતું. આજે સવારે તેઓએ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે બનેલા ગુજરાતનાં સૌપ્રથમ પોલીસ ‘વાત્‍સલ્‍ય અમૃત ઘોડિયાઘર’નું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા  વર્ષ 2021ના વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની બૂકલેટ બહાર  પાડવામાં આવી હોઇ તેનું વિમોચન પણ કર્યુ હતું. રાજકોટ પોલીસની કામગીરી વખાણી હતી.

રાજ્યના પ્રથમ ઘોડિયાઘરને રાજ્યના પોલીસવડાએ ખુલ્લું મુકતા પોલીસ બેડામાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓની તેમના વ્હાલસોયાની સંભાળ સહિતની બાબતોની ચિંતા દૂર થશે. ફરજ દરમિયાન પોતાના કાળજાના કટકો શું કરે છે તે મોબાઇલ એપ દ્વારા જોઈ શકશે. આમ, આધુનિક દિશા તરફ આગળ વધી રહેલા પોલીસ તંત્રએ કર્મચારીઓની સામાજિક જવાબદારીની પણ એટલી જ દરકાર રાખી છે. જેના કારણે મહિલા દરેક પોલીસ કર્મચારી ફરજ દરમિયાન બાળકોની ચિંતામાંથી મુક્ત બનશે. ઘોડિયાઘરમાં બે આપા સાથે એક મહિલા પોલીસ કર્મચારીને પણ ફરજ સોંપાશે.

હાલ ઘોડિયાઘરમાં 50 જેટલા બાળકેનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેને સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી અહીં રાખવામાં આવે છે. ઘોડિયાઘરની દિવાલો પર અલગ અલગ પ્રકરના ચિત્રો, કાર્ટૂન તેમજ અભ્યાસને લગતા ચિત્રો ઘેરવામાં આવ્યા છે. તેમજ રમત-ગમતને લગતા સાધનો પણ રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં આ ઘોડિયાઘરમાં બાળકોને અભ્યાસ પણ કરાવવામાં આવે છે. તેમજ બાળકોના આરામ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકના વાલીઓ ઘોડિયાઘરમાં બાળક સુરક્ષીત છે તે બાબતે તેમજ ત્યાંની પ્રવૃત્તિ ઉપર પોતે જ નજર રાખી શકે તે માટે ત્યા લાગેલા સીસીટીવી કેમેરાને મોબાઈલ સાથે જોડી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડીજીપી આશિષ ભાટીયાએ આજે શ્રીમતિ શ્રુતિ ભાટીયા સાથે હેડક્‍વાર્ટર ખાતે અંબાજી માતાજીના મંદિરે દર્શન કર્યા હતાં. એ પહેલા જનરલ સેલ્‍યુટ અને પ્રતિજ્ઞા વિધી થઇ હતી. આ પ્રસંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ડીજીપીએ રાજકોટ શહેર પોલીસે વર્ષ ૨૦૨૧ની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકોટ પોલીસે કરેલી કામગીરીને કારણે ક્રાઇમ રેટ ઘટયો છે, ગંભીર ગુના પણ ઘટયા છે. તે નોંધપાત્ર છે. નવા કાયદાઓનો પણ રાજકોટ પોલીસે ખુબ સારી રીતે ઉપયોગ કર્યો છે. સારી કામગીરીની આ બૂકલેટને સ્‍ટેટ લેવલે મોકલવામાં આવશે. જેના કારણે શહેર પોલીસની કામગીરીની બધાને જાણ થઇ શકશે.

Facebook Comments Box

Videos

Our Partners