WatchGujarat. 16 ઓક્ટોબર એટલે વિશ્વ ખાદ્ય દિવસ. આજના દિવસે વિશ્વભરમાં લોકોને પૌષ્ટિક આહારની જરૂરિયાતને લઈને જાગૃત કરવામાં આવે છે. વિશ્વભરમાં લોકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે વિશ્વ ખાદ્ય દિવસ પર લોકોને પોષણ યુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવે છે. કુપોષણ લોકોમાં જાગૃતિ ફેલાય તેમજ ખોરાક અંગેનું મહત્વ સમજે તે માટે દર વર્ષે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. શરીર માટે આહાર ખૂબ જ જરૂરી છે. જો કે આજકાલ ખોરાકના નામે લોકો જંક ફૂડ અને ઘણા પ્રકારના હાનિકારક ખોરાક ખાય છે. આ ખોરાક શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આવી સ્થતિમાં આપણે જાણવું જરૂરી છે કે આપણે આપણા શરીરને તંદુરસ્ત તેમજ હેલ્ધી રાખવા કયો ખોરાક સામેલ કરવો જોઈએ. જે પૌષ્ટિક હોય અને શરીરને મજબૂત બનાવે. આજે અમે તમને વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે હેલ્ધી નાસ્તાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે તેને ઝડપથી બનાવી શકો છો. જે તમારા શરીર માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ હેલ્ધી નાસ્તાની રેસીપી વિશે. આ રેસીપી એકદમ સરળ, ચટપટી, હેલ્ધી અને ડાયટમાં પણ બેસ્ટ છે તેથી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો.
હેલ્ધી મસાલા ઓટ્સ માટેની સામગ્રી
1 નંગ ડુંગળી
2 નંગ ટામેટા
1 નંગ લીલું મરચું
1 પાઉચ પાસ્તા મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
1 વાટકો ઓટ્સ
1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
1/4 હળદર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1 ગ્લાસ પાણી
2 ટીસ્પૂન તેલ
1 ટીસ્પૂન કોથમીર
મસાલા ઓટ્સ બનાવવાની રીત
મસાલા ઓટ્સ માટે ડુંગળી, ટામેટા, લીલું મરચું જીણું સમારી લો અને પછી એક પેનમાં તેલ ગરમ કરો પછી ડુંગળી સાંતળો અને પછી ટામેટા ઉમેરો ટામેટા કુક થાય ત્યારે બાદ લીંલુ મરચું બધા મસાલા નાખો.પછી ઓટ્સ ઉમેરો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરો પછી પાસ્તા મસાલો ઉમેરો. ઢાંકણ ઢાંકીને એક મિનિટ સુધી કુક કરો પાણી બળી જાય એટલે પછી કોથમીર નાખીને મિક્સ કરીને એક બાઉલમાં નાખીને ઉપરથી કાચી ડુંગળી, ટામેટા, કોથમીર, લીંબુ સાથે સર્વ કરો.
ઇન્સ્ટન્ટ ભેળ બનાવવા માટેની સામગ્રી
1 કપ પફ્ડ ચોખા
1/2 કપ મગફળી
અડધી બારીક સમારેલી ડુંગળી
અડધું બારીક સમારેલું ટામેટું
લીલા મરચા
કાળા મરી
ચાટ મસાલો
સ્વાદ મુજબ મીઠું
કેચઅપ
ચીલી સોસ અને લીંબુનો રસ.
ઇન્સ્ટન્ટ ભેળ બનાવવાની રીત
સૌપ્રથમ એક પેનમાં મગફળીને શેકી લો. હવે એક મોટા બાઉલમાં પફ્ડ ચોખા, ડુંગળી, ટામેટું, લીલા મરચા, મિક્સ કરો. તેના પર કાળી મરી, ચાટ મસાલો અને મીઠું નાખો, હવે તેના પર લીંબુના રસને મિક્સ કરીને શેકલી મગફળી મિક્સ કરો. બધી વસ્તુને સરસ રીતે હલાવી લો, તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ભેળ.
WatchGujarat. 16 ઓક્ટોબર એટલે વિશ્વ ખાદ્ય દિવસ. આજના દિવસે વિશ્વભરમાં લોકોને પૌષ્ટિક આહારની જરૂરિયાતને લઈને જાગૃત કરવામાં આવે છે. વિશ્વભરમાં લોકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. આજે વિશ્વ ખાદ્ય દિવસ પર લોકોને પોષણ યુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવે છે. કુપોષણ લોકોમાં જાગૃતિ ફેલાય તેમજ ખોરાક અંગેનું મહત્વ સમજે તે માટે દર વર્ષે વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. શરીર માટે આહાર ખૂબ જ જરૂરી છે. જો કે આજકાલ ખોરાકના નામે લોકો જંક ફૂડ અને ઘણા પ્રકારના હાનિકારક ખોરાક ખાય છે. આ ખોરાક શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આવી સ્થતિમાં આપણે જાણવું જરૂરી છે કે આપણે આપણા શરીરને તંદુરસ્ત તેમજ હેલ્ધી રાખવા કયો ખોરાક સામેલ કરવો જોઈએ. જે પૌષ્ટિક હોય અને શરીરને મજબૂત બનાવે. આજે અમે તમને વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે હેલ્ધી નાસ્તાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે તેને ઝડપથી બનાવી શકો છો. જે તમારા શરીર માટે પણ ફાયદાકારક છે. ચાલો જાણીએ હેલ્ધી નાસ્તાની રેસીપી વિશે. આ રેસીપી એકદમ સરળ, ચટપટી, હેલ્ધી અને ડાયટમાં પણ બેસ્ટ છે તેથી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો.
હેલ્ધી મસાલા ઓટ્સ માટેની સામગ્રી
- 1 નંગ ડુંગળી
- 2 નંગ ટામેટા
- 1 નંગ લીલું મરચું
- 1 પાઉચ પાસ્તા મસાલો
- મીઠું સ્વાદ પ્રમાણે
- 1 વાટકો ઓટ્સ
- 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
- 1/4 હળદર
- 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
- 1 ગ્લાસ પાણી
- 2 ટીસ્પૂન તેલ
- 1 ટીસ્પૂન કોથમીર
મસાલા ઓટ્સ બનાવવાની રીત
મસાલા ઓટ્સ માટે ડુંગળી, ટામેટા, લીલું મરચું જીણું સમારી લો અને પછી એક પેનમાં તેલ ગરમ કરો પછી ડુંગળી સાંતળો અને પછી ટામેટા ઉમેરો ટામેટા કુક થાય ત્યારે બાદ લીંલુ મરચું બધા મસાલા નાખો.પછી ઓટ્સ ઉમેરો અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરો પછી પાસ્તા મસાલો ઉમેરો. ઢાંકણ ઢાંકીને એક મિનિટ સુધી કુક કરો પાણી બળી જાય એટલે પછી કોથમીર નાખીને મિક્સ કરીને એક બાઉલમાં નાખીને ઉપરથી કાચી ડુંગળી, ટામેટા, કોથમીર, લીંબુ સાથે સર્વ કરો.
ઇન્સ્ટન્ટ ભેળ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ પફ્ડ ચોખા
- 1/2 કપ મગફળી
- અડધી બારીક સમારેલી ડુંગળી
- અડધું બારીક સમારેલું ટામેટું
- લીલા મરચા
- કાળા મરી
- ચાટ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- કેચઅપ
- ચીલી સોસ અને લીંબુનો રસ.