હવે Facebook પર હૃદયની સ્થિતિ (દિલની વાત) કહેવા માટે Emoji પ્રતીકો મોકલવાની જરૂર નથી. હવે Emoji બોલીને તમારી લાગણીઓને વ્યક્ત કરશે. ફેસબુક અનુસાર લોકો Emoji દ્વારા ફેસબુક મેસેંજર પર 2.4 અબજ મેસેજ મોકલે છે. આવી સ્થિતિમાં વર્લ્ડ Emoji ડે (World Emoji Day) નિમિત્તે Facebook મેસેંજર પર એક નવું ફીચર સાઉન્ડ ઇમોજી રજૂ કર્યું છે.

કંઈક આવું અવાજ કરશે

સાઉન્ડ Emoji તમને આ વાતની સુવિધા આપશે કે તમે મેસેંજર ચેટ્સ પર ટૂંકી અવાજ ક્લિપ્સ મોકલી શકશો. આમાં તાળીઓથી માંડીને હસાવવા સુધીના અવાજો શામેલ હશે. રિબૈકા બ્લેકના અવાજથી લઈને ટીવી શો સુધી, નેટફ્લિક્સ શોના અવાજો પણ તેમાં શામેલ કરવામાં આવશે. આ માહિતી બ્લોગ પોસ્ટ દ્વારા આપવામાં આવી છે.

આ રીતે કરો ઉપયોગ

– સાઉન્ડ Emoji નો ઉપયોગ કરવા માટે, તમારે મેસેંજરમાં ચેટ શરૂ કરવી પડશે.
– તમારે હસતા ચિહ્ન પર ટેપ કરવું પડશે.
– આ પછી તમારે લાઉડ સ્પીકર આઇકનને પસંદ કરવું પડશે.
– અહીંથી તમે સાઉન્ડ Emoji વિશે શીખી શકો છો અને તેને મોકલી શકો છો.

સાઉન્ડ Emoji લાઇબ્રેરી

Facebook એ જાહેરાત કરી છે કે તે એક આખી સાઉન્ડ Emoji લાઇબ્રેરી શરૂ કરશે. અહીંથી તમે અલગ-અલગ સાઉન્ડ Emoji પસંદ કરી શકશો. Facebook એ કહ્યું છે કે તે નિયમિત અંતરાલે આ લાઇબ્રેરીને અપડેટ કરતુ રહેશે. તેમાં પ્રખ્યાત ધ્વનિ ઇફેકટ અને ધ્વનિ બાઈટ ઉમેરતા રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud