• રાજકોટ 42.3 સાથે હોટેસ્ટ : અમદાવાદમાં 41.3 ડિગ્રી
  • સોમવારે કચ્છ, બનાસકાંઠામાં ઓરેન્જ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર
  • ગુરૂવારથી ગરમીના પ્રમાણમાં સાધારણ ઘટાડો અનુભવાશે

WatchGujarat.ગુજરાતમાં કાળઝાળ ગરમીએ ફરી કેર વર્તાવતાં લોકોએ ત્રાહિમામ પોકારી છે.  રાજ્યના 7 શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 41ને પાર થઇ ગયો હતો. રાજકોટમાં 42.3 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં 41.3 ડિગ્રીએ મહત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો. ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં આવતીકાલથી 3 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે કચ્છ, બનાસકાંઠામાં ઓરેન્જ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી,પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ રહેશે. આ પછી મંગળવારે અમદાવાદ, ગાંધીનગર,બનાસકાંઠા, સાબરાકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં જ્યારે બુધવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. જેના પગલે આ જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42ને પાર જઇ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે ગુરૂવારથી ગરમીના પ્રમાણમાં સાધારણ ઘટાડો અનુભવાશે.

ગુજરાતમાં ક્યાં વધારે ગરમી ?

શહેર          ગરમી

રાજકોટ         42.3

અમરેલી        42.2

જૂનાગઢ      42.2

ભૂજ              41.6

અમદાવાદ     41.3

ગાંધીનગર      41.0

ડીસા           40.5

વડોદરા        40.2

કંડલા          38.8

ભાવનગર      37.5

સુરત           34.4

આજે અમદાવાદ 41.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં આગામી બીજી એપ્રિલ સુધી મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ રહે તેની સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી પાંચ દિવસ તાપમાન 41 ડિગ્રીથી નીચે જવાની સંભાવના નહિવત છે. અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચમાં સૌથી વધુ ગરમી વર્ષ 2017માં નોંધાઇ હતી. એ વખતે 28 માર્ચે તાપમાન 42.8 ડિગ્રી નોંધાયુ હતુ.

રાજ્યમાં આજે દિવસ દરમિયાન જ્યાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયુ તેમાં અમદાવાદ, રાજકોટ, ઉપરાંત અમરેલી, જૂનાગઢ, ભૂજ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.

Facebook Comments Box

Videos

Our Partners