• સુરતના વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત બિલ્ડીંગ પરથી પટકાતા યુવકનું મોત નીપજ્યું
  • યુવક કામ કરી રહ્યો હતો તે વેળાએ તે ૧૧૦ ફૂટ ઉપરથી નીચે પટકાયો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
  • આ ઘટનાને લઈને વેસુ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી, સારવાર દરમિયાન મોત નિપજ્યું
  • મૃતક યુવક પરિવારનો આર્થીક સહારો હોવાનું જાણવા મળ્યું

WatchGujarat. સુરતના વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત બિલ્ડીંગ પરથી પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. યુવક કામ કરી રહ્યો હતો તે વેળાએ તે ૧૧૦ ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. મૃતક યુવક પરિવારનો આર્થીક સહારો હોવાનું જાણવા મળ્યું છે

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરતના વેસુ વિસ્તારમાં સ્કાય બિલ્ડીગનું કામ ચાલી રહ્યું છે. અહી કારીગરો કામ કરી રહ્યા છે. આ બિલ્ડીંગમાં સાજન ફકીરા સલમા 8 મહિનાથી સેંટિંગના કામ સાથે જોડાયેલો હતો. આજે સવારે 9 કર્મચારીઓ સાથે 10મા માળે કામ કરી રહ્યો હતો. આ દરમ્યાન તેનો પગ સ્લીપ થયો હતો અને તે ૧૦માં માળેથી ૧૧૦ ફૂટ ઉપરથી નીચે પટકાયો હતો. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. સુરતમાં તે રોજગારી અર્થે ૮ મહિના અગાઉ આવ્યો હતો અને સુરતમાં તે પિતરાઈ ભાઈ સાથે રહેતો હતો. વતનમાં માતા-પિતા, ભાઈ-બહેન છે. તે પરિવારનો આર્થિક સહારો હતો. દીકરાના મોતના સમાચાર મળતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud