ધોરાજીના યુવકે લખ્યો નરેન્દ્ર મોદી અને રામનાથ કોવિંદને પત્ર
હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે
સાહેબ મારે પેટ્રોલ અને ગેસનો બાટલો હપ્તેથી જોઈએ છે’
WatchGujarat.વધતી જતી મોંઘવારીને લઇને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પેટ્રોલ,ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો થતો જાય છે જેને લઇને સામાન્ય પરિવારની હાલત કફોડી પડી છે. ત્યારે ધોરાજીના એક યુવકે પોતાની આર્થિક સ્થિતિને આધારે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ગેસની બોટલ અને પેટ્રોલ હપ્તાથી મળે તેવી માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીના જમના વડ રોડ ખાતે રહેતા 32 વર્ષિય સંકેત મકવાણા ત્યાંના સીએચસી સેન્ટરમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં તેમના પત્ની એક દિકરો અને એક દીકરી છે. તેમનો દિકરો આરટીઈ અંતર્ગત શાળામાં ભણે છે જ્યારે તેમની દીકરી હજુ બે વર્ષની છે. સંકેતની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્ડ વર્ક કરતાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સંકેતે કહ્યું કે, મહિને દસ હજારનો પગાર અને તેની સામે હજાર રૂપિયાનો ગેસનો બોટલ અને બે હજારનું તો માત્ર પેટ્રોલ જ થઈ જતું હોવાને કારણે આર્થિક ખેંચ ઘણી પડે છે. આ કારણે મેં પત્ર લખ્યો હતો
સંકેત પત્રમાં લખ્યુ હતુ કે હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહુ છું, આપ સાહેબની સરકાર આવ્યા પછી જે ગેસના બોટલ 350 રૂપિયામાં હતા તેના 1050 થઈ ગયા છે. પેટ્રોલના ભાવ 70 રૂપિયા હતા તે 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે. મારા પરિવારમાં 4 વ્યક્તિ હોવાથી છોકરાઓનો ભણવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ નથી. તો આપને મારી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ અને ગેસની બોટલ મને હપ્તેથી આપવામાં આવે.