Watch Gujarat. ડીએનએ વેલનેસે દ્વારા તા.25 સપ્ટેમ્બરથી
વડોદરામાં CERViSure લેબોરેટરી શરૂ
કરવામાં આવી છે. ડીએનએ વેલનેસ પાસે બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સી, કેનેડા દ્વારા વિકસિત એક ગ્રાઉન્ડ બ્રેકિંગ
ડાયગ્નોસ્ટિક ટૂલ ડીએનએ પ્લોઈડી ટેસ્ટ કરવાની સત્તા છે. સર્વાઇકલ કેન્સરને શોધી
કાઢવાની ઝડપી, સચોટ અને નોન-ઈન્વેસિવ આ પદ્ધતિ છે. વર્ષ 2023માં 17,000 મહિલાઓ
સર્વાઇકલ કેન્સરનો શિકાર બની હતી. જે પૈકી 1800 મહિલાઓના મોત
નીપજ્યાં હતાં.
CERViSure લેબોરેટરી
વડોદરા શહેર અને આસપાસના જિલ્લાઓમાં મહિલાઓને સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટે સરળ
એક્સેસ પ્રદાન કરશે. જે રૂ. 5500ની કિંમતે સર્વાઈકલ
કેન્સરનું નિદાન કરી આપશે. વડોદરામાં સારાભાઈ કેમ્પસ ખાતે 73 ઈસ્ટ એવન્યુ ખાતે 700 ચોરસ ફૂટની CERViSure
લેબોરેટરી CERViSure ટેસ્ટ હાથ ધરવા માટે અતિ આધુનિક તકનીકો અને
ઉચ્ચ લાયકાત ધરાવતા સ્ટાફ સભ્યોથી સજ્જ હશે.
સર્વાઈકલ કેન્સરના લક્ષણો જાણવામાં CERViSure ટેસ્ટ અત્યંત મદદરૂપ બની શકે છે, જે પરંપરાગત પદ્ધતિઓ પહેલાં બે વર્ષમાં જ
કેન્સરના સેલ (કોષો)ને ઓળખી કાઢે છે. આ ટેસ્ટ 98 ટકા
સંવેદનશીલ અને 100 ટકા સચોટતા સાથે પરિણામ આપે છે. 20થી 60 વર્ષની વયજૂથ
ધરાવતી મહિલાઓને દર ત્રણ વર્ષમાં એક વખત CERViSure
ટેસ્ટ કરાવવાની
ભલામણ છે.
સર્વાઈકલ કેન્સરમાં શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી.
જેને સ્ક્રીનિંગની મદદથી જ શોધી શકાય છે, અને નિવારી
શકાતુ હોવાથી મેડિકલ નિષ્ણાતો આ ટેસ્ટ કરવા ભલામણ કરતાં હોય છે.
અમદાવાદમાં નવેમ્બર, 2020માં સ્થાપિત
ડીએનએ વેલનેસ એ ભારતમાં એડવાન્સ ડીએનએ પ્રોફાઈલિંગ ટેક્નોલોજીસ પ્રદાન કરતી અગ્રણી
કંપની બની છે. તે દર્દીઓમાં બીમારીઓની તપાસના પરિણામો સુધારવા આનુવંશિક અસ્થિરતા
શોધવાના ક્ષેત્રમાં કામ કરે છે. 'સર્વાઇકલ
કેન્સર-મુક્ત ભારત'ના મિશનને
હાંસલ કરવાના લક્ષ્ય સાથે કંપનીએ કેનેડાની બ્રિટિશ કોલંબિયા કેન્સર રિસર્ચ એજન્સની
શોધ CERViSure ટેસ્ટ બ્રાન્ડ
હેઠળ ડીએનએ પ્લોઈડી ટેસ્ટ ભારતમાં શરૂ કર્યો છે.
વિશિષ્ટ રીતે રચાયેલ નોન-ઈન્વેસિવ બ્રશનો ઉપયોગ કરીને
સર્વિક્સમાંથી મ્યુકોસલ નમૂના એકત્રિત કરીને આ ટેસ્ટ કરવામાં આવે છે. પછી નમૂનાનું
AI-સમર્થિત સોફ્ટવેર સાથે પ્રક્રિયા અને
વિશ્લેષણ કરવામાં આવે છે, જે વધુ સચોટ
પરિણામોની ખાતરી કરવા 50 મિલિયનથી વધુ
દર્દીના નમૂનાઓના ડેટાબેઝ સાથે તુલના કરે છે.
CERViSureના લોન્ચિંગ અંગે
ડીએનએ વેલનેસના કો-ફાઉન્ડર પથિક ભંડારીએ જણાવ્યું હતું કે, “ભારતમાં ડીએનએ પ્લોઈડી ટેસ્ટની યુનિક
ટેક્નોલોજી લઈ આવવી એ અમારા સર્વાઈકલ કેન્સરમુક્ત ભારતના અમારા વિઝનને પૂર્ણ કરવા
તરફનું પ્રથમ પગલું છે. તે ભારતભરમાં સર્વાઈકલ કેન્સરના દર્દીઓની વધી રહેલી
સંખ્યાને ધ્યાનમાં લેતાં મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરનું વહેલું નિદાન શક્ય બનાવશે.
અમારા મુખ્ય માર્કેટ ગુજરાતથી શરૂઆત કરવાની સાથે અમે દેશભરમાં આ લેબ્સ સ્થાપિત
કરતાં CERViSureની વ્યાપક પહોંચ હાંસલ
કરવા સમર્પિત છીએ.”
વધુમાં જણાવ્યું હતું કે,
“કંપની અમદાવાદ અને વડોદરા બાદ ઓક્ટોબર, 2024 સુધીમાં
રાજકોટ અને સુરત માર્કેટમાં પણ લેબોરેટરી સ્થાપિત કરવા જઈ રહી છે. બાદમાં દેશના
અન્ય રાજ્યોમાં પણ વ્યૂહાત્મક વિસ્તરણ કરશે. ડીએનએ વેલનેસ દેશભરમાં ડીએનએ પ્લોઈડી
ટેસ્ટની ઉપસ્થિતિ સાથે ડોક્ટર્સ, ક્લિનિક, હોસ્પિટલો સાથે જોડાણ કરવાની પણ યોજના ધરાવે
છે.”
ડીએનએ વેલનેસ ભારતભરમાં વધુને વધુ દર્દીઓને ડીએનએ
પ્લોઈડી ટેસ્ટ હેઠળ આવરી લેવાં 2027 સુધીમાં 100 જેટલી CERViSure
લેબોરેટરી
સ્થાપિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
ભારતમાં મહિલાઓના કેન્સર સંબંધિત થતાં મૃત્યુમાં
સર્વાઈકલ કેન્સર એ એક મુખ્ય કારણ છે. દરવર્ષે સર્વાઈકલ કેન્સરના 1.3 લાખ નવા કેસો નોંધાય છે અને 80 હજાર મોત થાય છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી
રિપોર્ટ 2023 અનુસાર, એકલા
ગુજરાતમાં જ 2023 દરમિયાન 17000 મહિલાઓમાં
સર્વાઈકલ કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું અને 1800 મોત થયા હતા.
સર્વાઈકલ કેન્સરનું જોખમ વધવા પાછળના કારણો પૈકી અમુક
સામાન્ય કારણો નબળી રોગપ્રતિકારક શક્તિ, મેદસ્વીપણું, ધૂમપ્રાન, ગર્ભનિરોધક દવાઓનો
ઉપયોગ, અને વધુ પડતાં બાળકોને જન્મ આપવો, અને લાંબા સમયથી એચપીવી ચેપ સમાવિષ્ટ છે.
એચપીવીના રસીકરણ અને નિયમિત તપાસથી સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય છે. મેડિકલ
નિષ્ણાતો પણ આ સલાહ આપે છે.
CERViSure એડવાન્સ
સ્ક્રીનિંગનો વિકલ્પ પૂરો પાડે છે, જેની મદદથી
પારંપારિક પદ્ધતિ કરતાં વધુ સચોટ અને ઝડપી કેન્સરના લક્ષણો શોધી શકાય છે.
હાલનું સ્ક્રીનીંગ મિકેનિઝમ્સ PAP સ્મિયર્સ (જેની સંવેદનશીલતા 40-55%ની વચ્ચે છે) અને HPV DNA ટેસ્ટને પણ આવરી લે છે, જે સર્વાઈકલ કેન્સરનુ સૌથી વધુ જોખમ ગણાતુ
સૂચક HPV ચેપના લક્ષણોને શોધી કાઢે છે.
એસએસજી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ અને એસોસિએટ પ્રોફેસર
ડો. શોનાલી અગ્રવાલે જણાવ્યું હતું કે, “ભારતની
મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના જોખમનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. જો કે, તે સૌથી વધુ ટાળી શકાય એવુ જોખમ છે. તેના
માટે વહેલું નિદાન આવશ્યક છે. CERViSure પ્રયાસના
ભાગરૂપે ડીએનએ પ્લોઈડી ટેસ્ટની શરૂઆત નોંધનીય એડવાન્સ ટેક્નોલોજી છે. સૌથી વધુ
સંવેદનશીલ અને ચોક્કસ પરિણામો સાથે આ ટેસ્ટ સર્વાઈકલ કેન્સરના કોષો વિકસિત થાય તે
પહેલાં જ પ્રારંભિક તબક્કે જ લક્ષણોને શોધી કાઢે છે, અને મહિલાઓને
સમયસર સારવાર કરાવવા અને સાવચેતી રાખવાની તક આપે છે. સર્વાઈકલ કેન્સરના વધતા
કેસોને ધ્યાનમાં લેતાં આ પ્રકારના ઈનોવેશન પરિણામોમાં સુધારો કરે છે અને તેની
મદદથી ભવિષ્યમાં કોઈપણ મહિલાએ આ બીમારીનો સામનો કરવો પડશે નહીં.”