WatchGujarat. આપણે સૌ જાણીયે છીએ કે કોરોનાની બીજી લહેર અંત તરફ જઇ રહી છે.  ત્યારે દેશભરમાં લોકોએ મુસાફરી કરવાનું શરુ કરી દીધું છે. ત્યારે ઘણા લોકો મુસાફરી માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એરલાઈન્સને પ્રાધાન્ય આપતા હોય છે. જેમાં ઘણા મુસાફરો પોતાનો ટાઈમ જાળવી રાખવા માટે વેબસાઇટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણી વેબસાઈટમાં ફ્લાઇટના ભાડા વધારે જોવા મળતા હોય છે. તેથી મુસાફરોની આ મૂંઝવણને દૂર કરવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલે સોશિયલ મીડિયા નીચે આપેલી માહિતી જણાવી હતી.

સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ (DGCA) એ twitter પર જણાવ્યું હતું કે, ઘણી વાર મેટા સર્ચ એન્જિન ઘણી વખત એરલાઈનોને એક સાથે જોડીને બતાવે છે તેથી પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાય છે. જેથી જયારે કોઈ પ્રવાસી એક સ્થળેથી બીજા સ્થળ સુધીની ફ્લાઇટના ટિકિટના ભાડા અંગેની માહિતી મેળવવા માંગે ત્યારે તેને યોગ્ય જાણકારીના બદલે બે એરલાઇનના ભાડાને જોડીને વધારેલી કિંમત જોવા મળે છે. જેના લીધે પ્રવાસીઓમાં ભ્રમની સ્થિતિ પેદા થઇ જાય છે.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે ( DGCA ) મંગળવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસની યોજના બનાવી રહેલા લોકોને સંબંધિત એરલાઈન કંપનીની વેબસાઇટ પર ટિકિટોની કિંમત તપાસવાની સલાહ આપી હતી. કારણ કે, કેટલીક વખત મેટાસર્ચ  એન્જિન વાસ્તવિક પોઇન્ટ-ટુ-પોઇન્ટ ભાડું દર્શાવતા નથી.વિવિધ મેટાસર્ચ એન્જિન વેબસાઈટ જેમ કે ગૂગલ અને સ્કાયસ્કેનર ભારતમાં કાર્યરત છે.DGCA એડવાઈઝરી અનુસાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતા પ્રવાસીઓએ સર્ચ એન્જિનના બદલે સબંધિત એરલાઈનની વેબસાઈટ પર ટિકિટની કિંમત અંગે ખાતરી કરી લેવી જોઈએ.

ગત શનિવારે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંતર-રાજય પરિષદ સચિવાલયના સચિવ સંજીવ ગુપ્તા એ twitter પર ફરિયાદ કરી હતી કે 26 ઓગસ્ટની બ્રિટિશ એરવેઝની દિલ્હી-લંડન ફ્લાઈટમાં ઈકોનોમી-ક્લાસની ટિકિટની  કિંમત 3.95 લાખ રૂપિયા છે. પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રવિવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ઓગસ્ટ દરમિયાન દિલ્હી-લંડન  ફ્લાઈટમાં ઇકોનોમીની ક્લાસની ટિકિટ 1.03 લાખથી 1.47 લાખ ઉપલબ્ધ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud