• એનજીઓ સાથે મળીને પાલિકા આ નવતર પ્રયોગ કરી રહી છે
  • શહેરમાં 100 ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ગયો : પાલિકા
  • અંદાજીત 6 લાખ લોકોને સમય થઇ ગયો હોવા છતાં બીજો ડોઝ લીધો નથી

WatchGujarat.સુરતમાં વેક્સીનના બીજા ડોઝ 100 ટકા પૂર્ણ કરવા માટે પાલિકા સતત મહેનત કરી રહી છે. ત્યારે હવે સુરતમાં વેક્સીનનો બીજો ડોઝ લેનાર વ્યક્તિને પાલીકા હવે 1 લીટર તેલ વિના મુલ્યે આપશે. એનજીઓ સાથે મળીને પાલિકા આ નવતર પ્રયોગ કરી રહી છે

સુરતમાં કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક નીવડી હતી અને ત્યારબાદ પાલિકાએ વેક્સીનેશન ઝડપી કરવા પણ ખુબ જ ધ્યાન આપ્યું હતું. પાલિકાના દાવા પ્રમાણે શહેરમાં 100 ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ અપાઈ ગયો છે. પરંતુ હજુ પણ અંદાજીત 6 લાખ લોકો એવા છે કે જેઓનો બીજા ડોઝનો સમય થઇ ગયો હોવા છતાં બીજો ડોઝ લીધો નથી. લોકો બીજો ડોઝ પણ લઇ લે અને સંક્રમણ વધે નહિ તે માટે પાલિકાએ નોક ધ ડોર અભિયાન પણ શરુ કર્યું હતું એટલું જ નહી પાલિકાની કચેરી, બાગ બગીચા, મોલ, બસ સ્ટેન્ડ સહિતની જગ્યાઓ પર વેક્સીનનો બીજો ડોઝ નહિ લીધો હોય તેવા લોકોના પ્રવેશ પર પ્રતિબધ પણ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ઝડપી વેક્સીનેશન થાય તે માટે અલગ અલગ સેન્ટર પર વેક્સીનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે

પરંતુ સુરતમાં હજુ પણ લોકો વેક્સીનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં મનપા એક નવતર પ્રયોગ કરી રહી છે. આવતી કાલથી વેક્સીનનો બીજો ડોઝ લેનાર વ્યક્તિને મનપા એક લીટર તેલ વિના મુલ્યે આપશે. આ નવતર પ્રયોગ એનજીઓ સાથે મળીને કરવામાં આવી રહ્યો છે

આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે સુરતમાં વેક્સીનેશન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ૧૧૦ ટકા લોકોને વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 30 લાખ લોકો પૈકી 24 લાખ લોકોએ વેક્સીનનો બીજો ડોઝ પણ લઇ લીધો છે. પણ હજુ 6 લાખ લોકોનો વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. ખાસ કરીને ઉધના અને લીંબાયત ઝોનમાં લોકો વેક્સીનનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. જેથી પ્રોત્સાહનના ભાગરૂપે હાલમાં આવતી કાલથી વેક્સીનેશનની તમામ સાઈટ પર 1 લીટરતેલ આપવાનું નક્કી કર્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વહેલા તે પહેલાના ધોરણે અને જત્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી તેલ લોકોને વિના મુલ્યે આપવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud