• મા કાર્ડની સેવા બંધ હોવાથી દર્દી ઓપરેશનમાં પૈસા ચૂકવવા મજબૂર
  • મા કાર્ડ-આયુષમાન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી કામથી અળગા રહેશે : રેસિડેન્ટ ડોક્ટરો
  • ICU ડ્યુટી તેમજ ઈન્ડોર ICU દર્દીઓ કે જેમની સારવાર રેસિડેન્ટ ડોકટરો કરતા હતા તે પણ બંધ કરાઈ
  • મા કાર્ડ સેવા બંધ હોવાથી દર્દી ઓપરેશન માટે આવતા નથી અને તેને લીધે તેમને પ્રેક્ટિકલ શીખવા મળતું નથી

WatchGujarat અમદાવાદની SVP હોસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટરોએ શુક્રવારે બપોરે અચાનક હડતાળ પાડી હતી. જે હજુ પણ અથાવત છે. SVP માં “મા કાર્ડ” ની સેવા ચાલુ ન કરાતા રેસિડન્ટ ડૉક્ટરોઓ હડતાળ પાડી છે. ત્યારે આજ રોજથી ICU ડ્યુટી તેમજ ઈન્ડોર ICU દર્દીઓની સારવાર કરતા રેસિડેન્ટ ડોકટરોએ પણ સેવા બંધ કરી છે. જ્યાં સુધી રસીકરણ કામમાંથી મુક્તિ તેમજ માં કાર્ડ-આયુષમાન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી SVP હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો કામથી અળગા રહેશે. ડૉક્ટરોની ફરિયાદ હતી કે, મા કાર્ડ સેવા બંધ હોવાથી દર્દી ઓપરેશન માટે આવતા નથી અને તેને લીધે તેમને પ્રેક્ટિકલ શીખવા મળતું નથી.

SVP હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોકટરોએ શુક્રવારથી નોન-ઈમર્જન્સી તેમજ વોર્ડ અંતર્ગત કરવાની રહેતી કામગીરી બંધ કરી છે. જેમાં ઈમર્જન્સી ડ્યુટીમાં એકમાત્ર રેસિડેન્ટ ડોકટર ફરજ બજાવશે. SVP હોસ્પિટલના તમામ રેસિડેન્ટ ડોક્ટરો યુટીલિટી બિલ્ડીંગની બહાર પહોંચ્યા છે. SVPમાં થોડા સમય અગાઉથી જ કોવિડ સિવાયની સારવાર શરૂ કરાઈ છે. જોકે મા કાર્ડની સેવા ચાલુ ન હોવાથી દર્દીઓને ઓપરેશન જેવા કેસમાં પૈસા ચૂકવવા પડે છે. જેના કારણે પૂરતી સંખ્યામાં દર્દીઓ SVP હોસ્પિટલમાં આવતા નથી.

ખાનગી હોસ્પિટલોમાં મા કાર્ડની સેવા ચાલુ છે. ડૉક્ટરોએ SVPની મુલાકાતે આવેલા DYMC ની કાર પણ અટકાવી હતી. જેના કારણે ડીવાયએમસીએ હોસ્પિટલમાં બેસી રહેવું પડ્યું હતું. એ પછી વિદ્યાર્થીઓના એક ગ્રૂપની રજૂઆત સાંભળવામાં આવી હતી. આખરે ચર્ચાબાદ હડતાળ સમેટી લેવામાં આવી હતી.

બીજી તરફ મ્યુનિસિપલ તંત્ર દ્વારા વેક્સિનેશન અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા માટે SVP હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોને શહેરમાં 142 જગ્યાએ બે શિફ્ટમાં ફરજ બજાવવા ઓર્ડર કરાયો હતો, જેના કારણે તબીબોમાં રોષ ફેલાયો હતો. નારાજ ડોક્ટર્સ SVPના કેમ્પસમાં ઉગ્ર દેખાવ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. સવારથી વિરોધ કરી રહેલા ડોક્ટર્સ મોડી સાંજ સુધી કામકાજથી અળગા રહ્યા હતા. જ્યારે આજે પણ સેસિડેન્ટ ડોક્ટર્સનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

SVPના રેસિડન્ટ ડોક્ટરો સવારથી ભેગા થઈને વિરોધ કરી રહ્યા હતા. ત્યારે ડે. કમિશનર ઓમપ્રકાશ SVP માં મીટિંગ યોજી રહ્યા હતા હોવાની વાતની જાણ થતાં જ રેસિડન્ટ ડોક્ટરો ત્યાં પહોંચી ગયા હતા અને ઉગ્ર દેખાવ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડે.કમિશનરે ડોક્ટરોની માંગણી અસ્વીકાર કરીને ત્યાંથી રવાના થઈ રહ્યા હતા. ત્યારે ડોક્ટરોએ તેમની કારનો ઘેરાવ કરી લીધો હતો. જેથી તેમને એસવીપીમાંથી નીકળવા માટે પોલીસ બોલાવાની ફરજ પડી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud