• ભવિષ્યમાં ગુજરાતમાં પણ ચૂંટણી લડવા ઊતરી શકે છે TMC
  • અમદાવાદમાં TMCનો ‘શહીદ દિવસ’ કાર્યક્રમ, ઈસનપુરમાં TMC કાર્યકર્તાઓ વર્ચ્યુઅલી જોડાયા
  • વિપક્ષને એકજૂથ થવા મમતા બેનર્જીનું આમંત્રણ

WatchGujarat. તાજેતરમાં જ ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ત્યારે 2022ની ચૂંટણી અગાઉ હવે TMCની પણ એન્ટ્રી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.,પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા શહીદ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો, જે અમદાવાદમાં TMCના કાર્યકરોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. તમને જણાવી દઈએ કે અત્યારસુધીમાં પ્રથમ વખત TMCનો ગુજરાતમાં કાર્યક્રમ યોજાયો છે.

નોંધનીય છે કે 1992માં પશ્ચિમ બંગાળમાં TMCના 11 કાર્યકરો પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા. જે બાદ 21 જુલાઈના દિવસે TMC દ્વારા શહીદ દિવસ મનાવવામાં આવે છે. જે નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષના કાર્યક્રમમાં ગુજરાતને પણ જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વખત TMCનો કાર્યક્રમ યોજાતાં રાજકારણ ગરમાયું છે. જેને જોતા આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં TMC ધમાકેદાર એન્ટ્રી કરે તો નવાઈ નહીં.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી જીત્યા પછી મમતા બેનર્જી બીજેપી વિરોધી પાર્ટીને એકજૂથ કરવામાં જોડાઈ ગઈ છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વિપક્ષની પાર્ટીઓને એકજૂથ થવા માટે આમંત્રણ આપીને દિલ્હીની સત્તાને હટાવવાની વાત કરી હતી.

તમને જણાવી દઈએ કે પહેલીવાર તામિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં પણ મમતા બેનર્જીનું આ ભાષણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ પ્રસારણમાં મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ટીએમસીએ મની પાવર, મસલ પાવર, માફિયા પાવર અને સત્તા પાવરને હરાવીને વિજયી મેળવ્યો છે. તમારા લોકોને કારણે 4 લાખ લોકોનાં મોત થયાં, પ્રજાતાંત્રિક વ્યવસ્થાને નષ્ટ કરવામાં આવી રહી છે. તેમણે વિચાર્યું હશે કે બંગાળ પર જબરદસ્તી કબજો કરી લઈશું. આપણે હવે બીજેપી વિરુદ્ધ એકજૂથ થવાનું છે અને એક ફ્રન્ટ બનાવવાનું છે.

આ અંગે વાત કરતાં TMC ગુજરાતના કન્વીનર જિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોને પરેશાની ના થાય એ માટે TMCના શહીદ દિવસ વર્ચ્યુઅલી મનાવ્યો હતો. અત્યારે પાર્ટી તરફથી 2022ને લઈને કોઈ સૂચના આપવામાં આવી નથી, પરંતુ ભવિષ્યમાં આપવામાં આવી શકે છે. પાર્ટી તરફથી જ્યારે મેમ્બર બનાવવા માટે કહેવામાં આવશે ત્યારે વધુમાં વધુ મેમ્બર બનાવવા પ્રયત્ન કરીશું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud