શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે ચોથા માળેથી યુવકે આત્મહત્યા કરવા માટે કૂદકો માર્યો હતો
નસીબજોગે આ યુવક નીચે પતરાં પર પટકાતાં તેનો જીવ બચી ગયો હતો, આત્મહત્યાના પ્રયાસનો લાઈવ વીડિયો સામે આવ્યો
યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યો
ફાયરબ્રિગેડના અધિકારી તેને બચાવવા સમજાવી રહ્યા હતા એ દરમિયાન જ યુવકે નીચે કૂદકો મારી દીધો હતો
[caption id="attachment_1390495" align="aligncenter" width="640"] Ahmedabad - man jump from civil hospital[/caption]
WatchGujarat. અમદાવાદ શહેર ઉપરાંત રાજ્યભરમાં આપઘાતના બનાવો બની રહ્યાં છે. જેમાં પારિવારિક ત્રાસને કારણે, કોરોનાકાળમાં રોજગારીના પ્રશ્નોને કારણે અથવા તો અન્ય નાના મોટા કારણોસર લોકો આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. છેલ્લા દોઢ વર્ષમાં આવા બનાવોમાં વધારો થયો છે. ત્યારે આજે સવારે અમદાવાદમાં એક યુવકે શહેરની સિવિલ હોસ્પિટલમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકે હોસ્પિટલના ચોથા માળેથી આત્મહત્યા કરવા માટે છલાંગ મારી હતી. પરંતુ સદનસિબે યુવકનો જીવ બચ્યો હતો.
https://twitter.com/WatchGujarat/status/1433414298944958464?s=20
મળતી માહિતી મુજબ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં આજે આ બનાવ બન્યો હતો. જેમાં આજે સવારે એક યુવકે હોસ્પિટલમાં G બ્લોકના ચોથા માળેથી છલાંગ લગાવી હતી. યુવકને ચોથા માળેથી છલાંગ લગાવતાં પહેલાં ઘટના સ્થળે હાજર લોકોએ બૂમો પાડીને આવું નહીં કરવા સમજાવ્યો હતો. પરંતુ તેણે કોઈની વાતને નહીં માનીને આખરે ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું. જોકે યુવક પતરાં પર પટકાતા તેનો જીવ બચ્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ કરનારા આ યુવકનું નામ નરેશ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજૂ સુધી યુવકે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો તેનું કારણ સામે આવ્યું નથી.
આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં લોકો તેને જોઈ વાતચીત કરે છે અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ સમજાવતા હતા છતાં પોતે નીચે કૂદકો મારે છે. પ્રાપ્ત વિગતો અનુસાર યુવકને બચાવવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. હોસ્પિટલમાં હાજર ફાયરબ્રિગેડની બે ગાડી ત્યાં પહોંચી હતી. તેમજ બાકીનાં રેસ્ક્યૂ વાહનો રવાના કરવામાં આવ્યાં હતાં. આ અંગે ફાયરબ્રિગેડના કર્મચારીના જણાવ્યા મુજબ, ફાયરબ્રિગેડના અધિકારી યુવકને બચાવવા સમજાવી રહ્યા હતા એ દરમિયાન જ યુવકે નીચે કૂદકો મારી દીધો હતો. જેથી યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં જ ખસેડવામાં આવ્યો છે. આ મામલે યુવકના ભાનમાં આવ્યા બાદ જ આત્મહત્યાનો પ્રયાસ કરવા પાછળનું કારણ જાણવા મળી શકે છે.