CNG, પેટ્રોલ, ડીઝલના વધતા ભાવવધારા સામે નેત્રંગના ભંગારના વેપારીનું અનોખું આવિષ્કાર
બેટરી ફૂલ ચાર્જ કરતા 50 KM સુધી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી સાયકલ
2 મહિનાની મહેનતે બનાવેલી ફોર વ્હીલર સાયકલમાં કારની જેમ જ એક્સીલેટર અને બ્રેક
WatchGujarat. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના લાલ મંટોડી ના ભંગારના વેપારીએ 2 મહિનાની મહેનતે વેસ્ટમાંથી બેસ્ટ બેટરીથી ચાલતી ફોર વ્હીલર સાયકલનું સર્જન કર્યું છે. બે બેટરી ધરાવતી આ સાયકલ ફૂલ ચાર્જ ઉપર 50 કિલોમીટર સુધી ચાલી શકે છે. કારની જેમ એક્સીલેટર અને બ્રેક ધરાવતી આ અનોખી સાયકલ પ્રતિ કલાકે 40 KM ની મહત્તમ ઝડપે દોડી શકે છે. ઇંધણની આગેકૂચ વચ્ચે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનોની બોલબાલા વધી રહી છે. સરકારે પણ તેની ઇ-વાહન પોલિસી જાહેર કરી સબસીડી આપી બેટરી સંચાલિત વાહનો ઉપર ભાર મુકાઈ રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવનો સદી વટાવી ચુક્યો છે. જે બાદ તાજેતરમાં જ CNG ના ભાવઆ પણ કિલોએ ₹ 2 નો ભાવ વધારો કરાયો છે. ગરીબ અને મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવ વધારાની સીધી અસર જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપર પડતા ઘર અને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સામાન્ય પરીવારોના માથે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારોથી ચિંતાના વાદળો ધેરાઇ રહ્યા છે.
આવા સમયે નેત્રંગના લાલમંટોડી વિસ્તારના ઈમ્તીયાઝભાઇ ખત્રીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી છે. ભંગારમાંથી બનાવેલી આ સાયકલની વિશેષતાની જોઈએ તો સાયકલમાં 4 ટાયર છે. જેમાં 24 વોલ્ટની મોટર બેસાડવામાં આવી છે. જેના માટે 12 વોલ્ટની 2 બેટરી લગાડવામાં આવી.છે. પ્રતિ કલાકે 40 KMની ઝડપે સાયકલ ચાલે છે. એક વખત બેટરી ફુલ ચાર્જ કયૉ બાદ 50 KM સુધી ચાલી ચાલી શકે છે. સાયકલનું વજન માત્ર 60 KG હોવાથી નાના બાળકથી લઇને યુવકો પણ આસાનીથી હંકારી શકે છે.
જેવી રીતે ફોરવ્હીલ કારમાં પગથી એક્સીલીટર અને બ્રેક કરી શકાય છે, તેવી જ રીતે આ સાયકલને પણ એક્સીલીટર-બ્રેક મારી શકાય છે.આ સાયકલને બનાવા માટે ભંગારના વેપારીને 2 મહિનાનો સમય થયો હતો. તમામ જરૂરી સાધનો વેપારીએ વેસ્ટ માંથી બેસ્ટ એટલે ભંગારમાંથી જ ઉપયોગ કયૉ છે અને મામુલી ખચઁ ₹5000 આસપાસ થયો છે.
પેટ્રોલ-ડીઝલ અને હવે CNG ના ભાવવધારાથી ગરીબ-મધ્યમવગઁના પરીવારોને મોટરસાઇકલ કે ફોરવ્હીલ વાહનો પરવડે તેમ નથી.ત્યારે તેના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો છે.ત્યારે ભંગારના વેપારીએ પોતાની આગવી સુઝબુઝથી સાયકલ બનાવીને ગરીબ-મધ્યમ પરીવાર માટે પૈસાની બચતની સાથે એક પ્રેરણારૂપ કામગીરી કરી છે. હાલ તો ઇલેટ્રીક સાયકલને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી રહ્યા છે.
માત્ર 5000 રૂપિયામાં બનેલી ઇ-સાયકલની વિશેષતા
- 4 ટાયર
- 24 વોલ્ટની મોટર
- 12-12 વોલ્ટની 2 બેટરી
- 40 KM પ્રતિ કલાકની ઝડપ
- બેટરી ફુલ ચાર્જ કયૉ બાદ 50 કિમી સુધી ચાલે
- સાયકલનું વજન માત્ર 60 KG હોવાથી નાના બાળકથી લઇને યુવકો પણ હંકારી શકે