પાંચબત્તીથી ખાડાઓમાં નાળિયેર વધેરી જુઠાણા ચલાવતી સરકારને જગાડવાનો પ્રયાસ
સેવાશ્રમ રોડ ઉપર 200 મીટર સુધી પોહચતા જ પોલીસે 8 થી 10 કોંગી કાર્યકરોની અટક કરી લીધી
પોલીસની એન્ટ્રી પડતા જ કોંગી આગેવાનોએ બોલાવ્યો ભાજપનો હુરિયો, પોલીસ સાથે ખેંચતાણ વચ્ચે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા
WatchGujarat. ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવ યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. પાંચબત્તીથી સેવાશ્રમ રોડ ઉપર ઢોલ નગારા સાથે શહેર કોંગ્રેસે ઉતરી પડી માર્ગો ઉપર પડેલા ખાડામાં શ્રીફળ ફોડી તેને વધાવ્યા હતા.
https://youtu.be/J4dp6osm_BA
ભરૂચ શહેર કોંગ્રેસે કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના જુઠ્ઠાણાને ઉજાગર કરવા હાલમાં જ ખાડા પરિષદ યોજી હતી. જેમાં આગામી સમયમાં ખાડા મહોત્સવ યોજવાનું એલાન કર્યું હતું. શહેરના મુખ્યમાર્ગોનું 80% અને વોર્ડના તમામ આંતરિક માર્ગોનું 100 % પેચવર્ક બાકી હોય ભાજપ શાશકો અને સરકારને જગાડવા કોંગ્રેસે ખાડા મહોત્સવનો વિરોધ કાર્યકમ આપ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગત મંગળવારે શહેર કોંગ્રેસની ખાડા પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પ્રધાનમંત્રીની જેમ રાજ્યના તેમના મંત્રીઓ પણ જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં હોવાના આક્ષેપ કરાયા હતા.
જન આશીર્વાદ યાત્રા લઈ ને આવેલા મંત્રી પૂર્ણૅશ મોદીએ ભરૂચ જિલ્લામાં 80 % રસ્તાઓનું પેચવર્ક થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. તેવો ખાડા પરિષદમાં કોંગ્રેસે ખુલાસો કર્યો હતો. ભરૂચ શહેરના રસ્તાઓનું 80 % પેચવર્ક બાકી છે. જ્યારે તમામ 11 વોર્ડના આંતરિક માર્ગોનું 100 ટકા પેચવર્ક બાકી છે. વિવિધ તાલુકાઓને જોડતા માર્ગોના ખાડા પુરવાની કામગીરી તો હજી શરૂ પણ કરાઈ નથી.
ભાજપમાં રાજમાં ખાડામાં ગયેલા ભરૂચના માર્ગોને લઈ ગુરૂવારે શહેર કોંગ્રેસે ખાડા મહોત્સવનો વિરોધ કાર્યકમ આપી પાંચબત્તી ખાતે રસ્તા ઉપર ઉતરી હતી. પાંચબત્તીથી કોંગી આગેવાનોએ ઢોલ નગારા સાથે ખાડા મહોત્સવની ઉજવણી શરૂ કરી ભાજપનો હુરિયો બોલાવ્યો હતો. આટલેથી કોંગ્રેસે નહિ અટકી માર્ગ પર જ્યાં જ્યાં ખાડા હતા તેમાં નારિયેળ ફોડી તેને વધાવ્યા હતા.
કોંગ્રેસના ખાડાઓત્સવને લઈ પાંચબત્તી-સેવાશ્રમ રોડ ઉપર ચક્કાજામ સર્જાતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે કોંગી આગેવાનોને અટકાવવાનો પ્રયાસ કરતા એક તબક્કે ભારે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. વિરોધ નોંધાવી રહેલા શહેર પ્રમુખ તેજપ્રીત શોખી, સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિત 8 થી 10 આગેવાનોની અટકાયત કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.