રસ્તાઓ ઉપર રખડતા પશુઓનો અડિંગો અને આખલાઓ બાખડતા અકસ્માત સાથે લોકો ઉપર જોખમ વર્તાઈ રહ્યું હતું
કામધેનુ ગૌરક્ષા સમિતિને આપેલા કોન્ટ્રાકટ મુજબ ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી
માર્ગો પર રોજ આખલા યુદ્ધ અને હરાયા ઢોરના ધામાથી લોકો ત્રસ્ત બન્યા હતા, ટ્રાફિક પણ અવરોધાઈ રહ્યો હતો
WatchGujarat. ભરૂચ પાલિકા દ્વારા આખરે રસ્તાઓ ઉપર રખડતા હરાયા પશુઓને ઢોર ડબ્બાના વાહનમાં પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી શરૂ કરાઈ છે. રસ્તા પર રોજ બાખડતા આખલા અને રખડતા પશુઓના અડિંગાથી લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. વાહનચાલકો પડવાના અને ઇજાઓના પણ બનાવો બન્યા હતા. હવે લોકોને રસ્તે રખડતા પશુઓથી રાહત મળશે.
ચોમાસા સાથે જ ભરૂચ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકોની પરેશાનીઓ વધી ગઈ હતી. વરસાદી મોસમ શરૂ થતાં પશુ ચાલકો, ઈંટોના ભથ્થા વાળા ગધેડાઓને નિશાનીઓ છુટા મૂકી દે છે. ગાયો, આખલા સહિતના હરાયા ઢોર માર્ગો અને મુખ્ય વિસ્તારોમાં ખોરાકની શોધમાં આવી ધામાં નાખે છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર અડિંગો જમાવતા હરાયા ઢોરના કારણે ટ્રાફિકમાં અડચણ સાથે અકસ્માતનું જોખમ પણ શહેરીજનો પર વર્તાઈ રહ્યું હતું. આખલાઓ બાખડવાના વિવિધ વિસ્તારોમાં અનેક બનાવોને લઈ માર્ગો અને વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડી દૂર કરવા રજૂઆતો ઉઠી હતી.
જેને લઈ પાલિકા દ્વારા બુધવારથી હરાયા ઢોરને પકડવાની ટીમ ઢોર ડબ્બા વાહન લઈ શહેરમાં ઉતરી હતી. પાલિકા દ્વારા હરાયા ઢોર પકડવાની કામગીરી કામધેનુ ગૌરક્ષા સમિતિને સોપાઈ છે. જેઓએ શક્તિનાથ, સ્ટેશન રોડ, પાંચબત્તી, લિંક રોડ સહિતના વિસ્તારોમાં માર્ગોથી ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. વિવિધ સ્થળેથી રખડતા પશુઓને ઢોર ડબ્બાના વાહનમાં પુરી પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યાં છે. જેને લઈ રાહદારીઓ અને વાહનચાલકો હાલ રાહત અનુભવી રહ્યાં છે.