• રાજ્યમાં ભાવનગરમાં બનશે દેશનું પહેલું સ્ક્રેપીંગ પાર્ક
  • આ સ્ક્રેપીંગ પાર્ક થકી રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે, સાથે રોજગારીમાં ધરખમ વધારો થશે
  • આ વર્ષના કેન્દ્રીય બજેટમાં નવી સ્ક્રેપીંગ પોલિસી જાહેર કરવામાં આવી
  • ભાવનગરમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડ નજીક એક વાહન સ્ક્રેપીંગ પાર્ક બનવવામાં આવશે, જેમાં સ્ક્રેપને વધુ સારી રીતે રિસાયકલ કરી શકાશે

WatchGujarat. તાજેતરમાં આ વર્ષનું કેન્દ્રીય બજેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નવી સ્ક્રેપીંગ પોલિસીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના ભાવનગરમાં દેશનું પ્રથમ સ્ક્રેપીંગ પાર્ક બનવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ પાર્ક બનાવવા માટે શુક્રવારે એક MOU થઈ શકે છે.

આ અંગે મળતી વિગતો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા દેશનું પ્રથમ વાહન સ્ક્રેપીંગ પાર્ક ભાવનગરમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષના કેન્દ્રીય બજેટમાં નવી સ્ક્રેપીંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ 20 વર્ષ જૂના વાહનો અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો માટે સ્વૈચ્છિક સ્ક્રેપીંગ નીતિ જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નીતિ ઓટોમોબાઈલ ઉદ્યોગો અને ગ્રાહકો માટે ફાયદાકારક બની શકે છે. મહત્વનું છે કે તેનું અમલીકરણ આવતા વર્ષથી શરૂ થવાની શક્યતા છે. આ નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત આવા પેસેન્જર વાહનો કે જે 20 વર્ષ જૂના અને 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનો હશે તેને કાઢી નાખવા પર ભાર આપવામાં આવશે. જેને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આવતી કાલે ગુજરાતની મુલાકાત લેશે. જેમાં તેઓ મહાત્મા મંદિર ખાતે નવી સ્ક્રેપ પોલિસીની જાહેરત કરશે.

તમને જણાવી દઈએ કે નવી સ્ક્રેપિંગ સ્ક્રેપીંગ પોલિસી પછી આવો પાર્ક ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે. ત્યારે તેને લઈને આવતી કાલે એટલે કે 13 ઓગસ્ટના રોજ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ પાર્ક બનાવવા માટે શુક્રવારે એક MOU થઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુ, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સમગ્ર દેશમાં 250 થી વધુ ઓટોમોબાઈલ ડીલરોને આમંત્રિત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે રોકાણકારોને આકર્ષવા માટે આ કાર્યક્રમમાં હેન્ડબુક પણ બહાર પાડવામાં આવશે.

શું હશે આ સ્ક્રેપીંગ પાર્કની ખાસિયત

– ભાવનગરમાં એશિયાનું સૌથી મોટું અલંગ શિપબ્રેકિંગ યાર્ડ આવેલું છે. જ્યાં વિશ્વભરના જહાજોને તોડવા માટે લાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ શિપબ્રેકિંગ યાર્ડની નજીકમાં જ એક વાહન સ્ક્રેપીંગ પાર્ક બનવવામાં આવી શકે છે.

– આ પાર્કના નિર્માણ બાદ અલંગમાં જે રીતે દર વર્ષે દુનિયાભરમાંથી હજારો ટનના દરિયાઈ જહાજોનું ભંગાણ કરવામાં આવે છે, તે જ રીતે વાહનોને પણ ભાંગવામાં આવશે.

– આ સ્ક્રેપીંગ પાર્કથી હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.

– ભાવનગરમાં અનેક રોલિંગ મિલો હોવાથી જહાજના સ્ક્રેપની જેમ વાહનોના સ્ક્રેપનું રીસાયકલીંગ કરવું સરળ પડશે.

– ગુજરાત સરકાર આ માટે ઘણી તૈયારીઓ કરી રહી છે. આ સ્ક્રેપીંગ પાર્કની સ્થાપના સાથે ગુજરાતમાં રિસાયક્લિંગ અને વેસ્ટ મેનેજમેન્ટને વેગ મળશે.

– સ્ક્રેપને વધુ સારી રીતે રિસાયકલ કરી શકાશે અને રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે.

– આ જહાજોના ભાંગવાથી નીકળતા ભંગારને ભાવનગરમાં આવેલી અનેક રોલિંગ મિલોમાં જાય છે અને રૂપાંતર થઈને નવું મટીરીયલ બને છે. તેવી રીતે આ પાર્કમાંના ભંગારને પણ રૂપાંતર કરીને નવું મટીરીયલ બનાવવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud