• વિશ્નની સૌથી મોટી પાર્ટીનાં કાર્યકરોએ સીએમને બનાવ્યા,”કમલમને બદલે કેળા પધરાવ્યા”!
  • ખૂદ મુખ્યમંત્રીને એની જ પાર્ટીનાં કાર્યકરો છેતરી ગયા
  • કમલમ ફ્રૂટના સ્થાને ઉપરના એક બોક્સ સિવાયનાં અન્ય બોક્સમાંથી કેળાં નીકળ્યાં
  • મુખ્યમંત્રીનાં કાર્યક્રમમાં બારીકાઇથી તપાસ થતી હોય તો કમલમને બદલે કેળા કઇ રીતે આવ્યા?

WatchGujarat. લો..બોલો..જે પાર્ટીનાં મુખ્યમંત્રી છે તે જ પાર્ટીનાં કાર્યકરોએ મુખ્યમંત્રીને છેતરી ગયા. વાત જાણીને પહેલા તો તમને હસવું આવશે અને વિચારતા થઇ જશો કે આવું પણ થઇ શકે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કમલમથી તુલના કરી અને નિકળ્યા કેળા. તમને સવાલ થશે આવું કઇ રીતે બની શકે?

વિસ્તારથી વાત કરીએ તો કચ્ચ જિલ્લામાં ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જાહેર મંચ પર તેઓને કીમતી કમલમ ફ્રુટ દ્વારા તુલા કરવામાં આવી હતી.હજારોની મેદની સામે જાહેર મંચ પર કરાયેલી તુલામાં હતા કમલમ પરંતુ નિકળ્યા કેળા. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને મુખ્ય આયોજકો સહિતના મોવડીઓએ આસપાસ ઊભા રહી હસતા ચહેરે ફોટો પણ પડાવ્યા હતા. પરંતુ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંચ પાસે રાખેલા કમલમનાં બોક્સ ખોલતાં એમાંથી કમલમ ફ્રૂટને બદલે કેળાં નીકળ્યાં હોવાનું સામે આવ્યું છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયો છે.

ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત મુખ્યમંત્રીના સ્નેહમિલન કાર્યક્રમમાં શુભેચ્છાઓની આપ-લે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કમલમ ફ્રૂટ દ્વારા અગ્રણી સમૂહ દ્વારા તુલા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ 100 રૂપિયના કિલો ભાવે વેચાતા કમલમ ફ્રૂટના સ્થાને ઉપરના એક બોક્સ સિવાયનાં અન્ય બોક્સમાંથી કેળાં નીકળ્યાં હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં ખુદ મુખ્યમંત્રી સાથે આ રીતની છેતરપિંડી થતી હોય તો આમ પ્રજાનું શું વિચારવું એ સવાલ ઉભો થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના કોઇ પણ કાર્યક્રમમાં ખૂબ જ બારીકાઇથી તપાસ થતી હોય છે. તો પછી આવું કઇ રીતે બની શકે.જો તંત્ર દ્વારા દરેક વસ્તુની ઉંડાણપૂર્વક તપાસ થતી હોય તો કમલમના સ્થાને કેળાં આવી જવા એ મોટી બેદરકારી ગણી શકાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud