• ભોપાલમાં (Bhopal) એક વેજ સિરિઝના પ્રમોશન દરમિયાન શ્વેતા તિવારીએ વિવાદીત નિવેદન આપતા થશે કાર્યવાહી
  • મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્મ મિશ્રાએ શ્વેતા તિવારીના વિવાદસ્પદ નિવેદનની ગંભીર નોંધ લીધી
  • શ્વેતા તિવારીના (Shweta Tiwari) ભગવાન અંગેના વિવાદીત નિવેદન સામે હવે હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યાં

WatchGujarat.  બિગ બોસ સીઝન-4માં વિજેતા રહી ચૂંકેલી શ્વેતા તિવારીની મુશકેલીઓમાં હવે વધારો થઇ રહ્યો છે. અગુ પણ શ્વેતા તિવારી તેની પારિવારીક બાબતોને લઇને અનેક વખત ચર્ચાઓમાં રહી ચૂંકી છે. તેવામાં હવે શ્વેતા તિવારીએ ભોપલ ખાતે એક વેબ સિરિઝના પ્રમોશન દરમિયાન ભગવાન પર વિવાદને નોતરનુ નિવેદન આપ્યું છે. જેને લઇને મધ્યપ્રદેશના ગૃહમંત્રી દ્વારા પોલીસ કમિશ્નરને આ બાબતે તપાસના આદેશ આપ્યાં છે.

ફેસનવર્લ્ડ સાથે જોડાયેલી એક વેબ સિરીઝના પ્રમોશન માટે ગત તા. 26 જાન્યુઆરીના રોજ શ્વેતા તિવારી ભોપાલ આવી હતી. આ દરમિયાન હોટેલમાં તેનું ઇન્યપરવ્યૂ ચાલુ હતુ. જેમાં તેણે કહ્યું કે, “મારી બ્રાની સાઇજનું માપ ભગવાન લઇ રહ્યં છે.” શ્વેતા તિવારીના આ વિવાદસ્પદ નિવેદન બાદ સોશીયલ મીડિયામાં તેની ખૂબ ટીકા કરવામાં આવી રહીં છે. તેમજ સોશિયલ મીડિયા ઉઝર્સે બેફામ રમેન્ટ્સ કરીને શ્વેતા તિવારી પર તૂટી પડ્યાં છે.

જોકે આ મુદ્દા હાલ ખૂબ ચર્ચાનો વિષ્ય બન્યો છે. તેવામાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ શ્વેતા તિવ્રાના આ વિવાદાસ્પદ નિવેદનની ગંભીર નોંધ લીધી છે. ગૃહમંત્રીએ જણાવ્યું છે કે, શ્વેતા તિવાપીનુ નિવેદન મેં સાંભળ્યું છે, જોયુ છે. આ નિવેનની હું નિંદા કરૂ છું, મેં ભોપાલ પોલીસ કમિશ્નરને આદે આપ્યો છે કે, તેઓ આ મુદ્દે તપાસ કરીને તુરંત રિપોર્ટ સોંપે, ત્યાર પછી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ શ્વેતા તિવારીના નિવેદનને લઇ હિન્દુ સંગઠનો પણ રસ્તા પર ઉતરી ગયા છે. હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહીં છે કે, શ્વેતા તિવારી તેને આપેલા નિવેદન અંગે જાહેરમાં આવી માફી માગે અને શ્વેતા તિવારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પણ માગ કરવામાં આવી રહીં છે. આ ઉપરાંત તેની વેબ સિરીઝને શૂટીંગ માટે આપવામાં આવેલી મંજુરી રદ્દ કરવાની પણ માગ કરી છે. આમ હિન્દુ સગંઠન દ્વારા શ્વેતા તિવારીના પોટા બાળી તેના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners