• અંકલેશ્વરના માંડવા ગામનો વાયરલ વિડીયો હોવાનું અનુમાન
  • જોકે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની નેમ પ્લેટ વાળી ગાડી સુરત પાર્સિંગની
  • સોશ્યલ ડિસ્ટન્સના લીરા સાથે જાહેરમાં બર્થ ડે ની ઊજવણી કરી વીડિયોમાં કાયદાના પણ ઉડવાયેલા લીરે લીરા

WatchGujarat. સોશ્યલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ કે છવાઈ જવા યુવાનો દ્વારા જન્મદિવસની ઉજવણી જાહેરમાં ટોળે ટોળા વળી તલવારથી કેક કાપી કરવાની ઉજવણીનો ટ્રેન્ડ હવે ખતરનાક રીતે વધી રહ્યો છે. હવે રાતે જાહેરમાં ટોળે ટોળા વળી સરકારી ગાડી ઉપર ઉભા રહી તલવારથી કેક કાપી બર્થ ડે ની ઉજાણી કરાઈ હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અંકલેશ્વરના માંડવા ગામે સરકારી કાર ઉપર ઉભા રહી તલવારથી કેક કાપી જન્મદિનની ઉજવણીનો વાયરલ વિડીયો સામે આવ્યો છે. સોશ્યલ મીડિયા ઉપર ટ્રેન્ડ થઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા કોરોના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા સાથે લોકો કાયદાની પણ ઐસી તૈસી કરી રહ્યાં છે.

જન્મદિવસની સરકારી કાર ઉપર ઉભા રહી કરાયેલી જાહેરમાં ઉજવણીના વાયરલ થયેલા વિડીયોએ ભરૂચ પંથકમાં ચકચાર જગાવી છે. આ વીડિયો અંકલેશ્વર તાલુકાના માંડવા ગામનો હોવાનું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. જેમાં લોકો ટોળે ટોળા વળી સરકારી કાર ઉપર બર્થ ડે બોય દ્વારા સવાર થઈ તલવારથી કેક કપાઈ રહી છે. જોકે અંકલેશ્વર સરકારી તંત્ર અને નોટિફાઇડ એરિયાએ આ સરકારી ગાડી પાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી કે અન્ય કોઈ સરકારી કચેરીઓની નહિ હોવાનો સુર વ્યક્ત કર્યો છે.

આવા સમયે ક્યાં કોઈ સરકારી કર્મચારીએ પોતાની પ્રાઇવેટ કારની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની નેમ પ્લેટ મૂકી હોવાની પણ શકયતા સેવાઇ રહી છે. જ્યારે આ વીડિયો સુરત જિલ્લાનો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. હવે તપાસ બાદ જ આ વાયરલ વીડિયોની હકીકત બહાર આવી શકે તેમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud