WatchGujarat. આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં બેદરકારી બતાવે છે.એવામાં સ્વાસ્થ્યનો ખ્યાલ ત્યારે આવે છે જયારે આપણને કોઈ પણ રોગ ઘેરી લેતો હોય છે.તો શા માટે રોગોને શરીરમાં પ્રવેશવાનો મોકો આપવો.સ્વાસ્થયનું ધ્યાન રાખવું ખુબ જ સરળ છે પણ હા તેના માટે થોડી ઘણી કાળજી અવશ્ય લેવી પડે છે.પરંતુ તે કાળજી તમે આજીવન તંદુરસ્તી બક્ષે છે.ત્યારે શરીરને તંદુરસ્ત તેમજ હેલ્ધી રાખવા માટે ઘણા લોકો ડાયેટ પ્લાન કરતા હોય છે તેમાં ઘણા લોકો માનતા હોય છે કે, થાળી જેટલી કલરફુલ હશે, હેલ્થ તેટલી જ સારી રહેશે.પરંતુ આપણે અહીં વાત કરી રહ્યા છે કાળા રંગના ફુડ તેમજ ફળોની.આ કલર ઘણા લોકોને ગમતો નથી અને તેને અશુભ રંગનું ટેગ પણ આપી દીધું છે.પરંતુ તમને જણાવીએ કે કાળા રંગના ફળ,સીડ્સ હેલ્થ માટે ફાયદાકારક છે.આથી આ વસ્તુઓ ડાયટમાં સામેલ કરવી જોઈએ.આ બાબત અંગે જણાવતા ક્લિનિકલ ન્યૂટ્રિશન એન્ડ ડાયટેટિક્સના એક્સપર્ટ જણાવી રહ્યા છે કે બ્લેક ફૂડ ખાવાનાં ફાયદાઓ ઘણા છે.જેમાં આ બ્લેક ફૂડ તમને ગુણકરીરૂપ સાબિત થઇ શકે છે.તેથી જો તમારે તમારું ડાયટ હેલઘી બનાવવા ઇચ્છતા હોવ તો બ્લેક ફૂડ અને ફળોને જરૂરથી સામેલ કરો.
બ્લેક ફૂડ આઇટમ્સને ડાયટમાં સામેલ કરો
બ્લેકબેરી: બ્લેક કલરના ફૂડમાં બેરીઝનું નામ સૌથી ઉપર આવે છે. તેના ફાયદાની અવગણના ના કરવી જોઈએ. તેમાં એન્થોસાયસિન અને ફ્લેવોનોઈડ હોય છે. હાર્ટ હેલ્થ માટે આ બેસ્ટ છે. રેગ્યુલર પીરિયડ, કેન્સર અને સોજા ઓછા કરવા અસરકારક છે. સારા સ્વાસ્થ્ય માટે બ્લેકબેરીનું સેવન ચોક્કસ કરવું.
બ્લેક ટી: વધતા કોલેસ્ટેરોલને ઓછું કરવા, સ્થૂળતા અને ડાયાબિટીસના જોખમને ઓછું કરવા આ ચા ડાયટમાં સામેલ કરો.
કાળા અંજીર: અંજીર બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. એક રિસર્ચ પ્રમાણે, અંજીરમાં કેન્સર સામે લડવાની ક્ષમતા હોય છે.
બ્લેક રાઈસ: તેમાં એન્થોસાયસિન CG-3 હોય છે. સોજા ઓછા કરવા માટે આ બેસ્ટ એન્ટિઓક્સિડન્ટ છે. તેમાં ફાઈબર સહિત અન્ય ઘણા પોષક તત્ત્વો હોય છે. તે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું કરે છે. વજન કંટ્રોલ કર્યા ઉપરાંત ડાયજેશનમાં મદદરૂપ છે
કાળું મરચું: તેમાં પેપરિન અને પ્રોટીન વધારે હોય છે. વજન ઓછું કરવાની સાથે તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ સ્કિન પરના ડાઘ અને કરચલીઓથી રાહત આપે છે.
બ્લેક બીન્સ: આ બ્લડ સુગર કંટ્રોલ અને ડાયાબિટીસથી બચાવવામાં મદદ કરે છે.
કાળા તલ: આ હાર્ટને સ્વસ્થ રાખવાનો ઘરેલુ ઉપચાર છે.
બ્લેક ફૂડના ફાયદાઓ
બ્લેક ફૂડમાં એક પ્રકારનું પિગમેન્ટ હોય છે, તેને એન્થોસાયસિન કહેવાય છે. આ બ્લેક, પર્પલ અને બ્લૂ કલરની ફૂડ આઈટમમાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ પ્રોપર્ટી હોવાને લીધે કેન્સર, હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક સહિત ઘણી બીમારીઓથી બચી શકાય છે. સાથે જ ઈમ્યુન સિસ્ટમ પણ સ્ટ્રોંગ રહે છે.