કાકાને સારી ટ્રીટમેન્ટ અપાવવા માટે ન્યુટ્રીશન ઓફિસર બન્યો બોગસ IPS
પાંચ દિવસથી હોસ્પિટલના કંટ્રોલ રૂમમાં જઇને ધોંસ જમાવતા શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પુછપરછ કરતા સત્ય બહાર આવ્યું
શખ્સે બોગસ આઇડી કાર્ડ પણ બનાવ્યું
WatchGujarat. સામાન્ય રીતે હાલ કોરોના કાળમાં બોગસ ડોક્ટર ઝડપાતા હોય છે. તુરે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક નકલી IPS અધિકારીને ઝડપી લેવાયો છે. આ શખ્સનાં કાકા ને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને સારામાં સારી સારવાર મળે અને લાઈનમાં ઉભા રહેવા સહિતની કડાકૂટ ન રહે તેનો માટે ભત્રીજા સંકેત રાજકુમાર મહેતા નકલી IPS અધિકારી બની ગયો, ને આ માટેના ડુપ્લીકેટ આઈકાર્ડ તૈયાર કરાવી ત્યાં જ રોફ જમાવવાનું શરૂ કરી દીધું હતું. જો કે ક્રાઈમ બ્રાંચ દ્વારા સંકેતને ડુપ્લીકેટ કાર્ડ સાથે જ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ સરકારી પીડીયુ હોસ્પિટલનાં કોરોના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચાર દિવસથી એક વ્યક્તિ પોતે IPS અધિકારી હોવાનું જણાવી રહ્યો છે. જેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખરાઇ માટે ત્યાં પહોંચી હતી. અને IPS અધિકારી હોવાની ઓળખ આપતા વ્યક્તિને પૂછતાં પ્રથમ તો તેણે પોતે આઇપીએસ અધિકારી જ હોવાનું રટણ કરી પોતાનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું.
જો કે બાદમાં આગવી ઢબે પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેમજ પોતે IPS અધિકારી નહીં હોવાનું અને પોતાના નામનું બોગસ આઇકાર્ડ બનાવ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. સંકેતભાઈ રાજકુમારભાઈ મહેતા નામના આ શખસને ઝડપી લઈ પોલીસે તેના નામ અને ફોટાવાળું નકલી આઈકાર્ડ તેમજ એક મોબાઇલ ફોન મળી રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ બીએસસી બાયોટેકનોલોજી સુધીનો અભ્યાસ કર્યો હોવાનું અને જામનગર ખાતે નેસ્લે ઈન્ડિયા કંપનીમાં ન્યુટ્રીશન ઓફિસર તરીકે નોકરી કરે છે.
આરોપીના કાકા હાલ સરકારી PDU હોસ્પિટલ ખાતે કોરોનાની સારવારમાં દાખલ છે. સરકારી હોસ્પિટલમાં હાલ દર્દીનો ખૂબ જ ધસારો હોય જેથી લાઈનમાં ઉભુ રહેવું ન પડે અને કાકાને સારી સારવાર મળે તેના માટે સંકેતે નકલી IPS અધિકારી બનીને રહેવાનું નક્કી કર્યું હતું. બાદમાં ગુગલ સર્ચ કરી IPS અધિકારી હોવાનો સિમ્બોલ મેળવી પોતાના નામ તેમજ ફોટા સહિતનું બોગસ આઈકાર્ડ બનાવ્યું હતું. અને છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોના કંટ્રોલ રૂમ ખાતે જઈ ત્યાં મેડિકલ સ્ટાફના માણસો ઉપર રોફ જમાવતો હતો.