શહેરમાં પત્રકાર ના નામે તોડપાણી કરવાના અનેક કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા હતા
મનીષા ચોકડી પાસે પાન ના ગલ્લાની સામે રાત્રી કરફ્યુમાં હાજર યુવકે પોલીસ સામે પત્રકાર હોવાનો રોફ ઝાડયો
પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા હકીકત સામે આવી
બની બેઠેલા પત્રકાર પર જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
Watchgujarat. રાત્રી કરફ્યુમાં મનીષા ચાર રસ્તા પાસે આવેલા સૂર્ય કિરણ કોમ્પ્લેક્ષમાં પાન ના ગલ્લા સામે ઉભો જોવા મળ્યો હતો. પેટ્રોલિંગ માં કાર્યરત પોલીસ કર્મીએ યુવકની પૂછપરછ કરતા પ્રેસ મીડિયામાં છું તેમ કહીને રોફ ઝાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ગલ્લા પર બેસવા આવ્યાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે જાહેરનામાના ભંગ સહિતની કમલો હેઠળ ગુનો નોંધી યુવકની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના વડસર રોડ પર પિયુષ કિરીટભાઈ મિસ્ત્રી પોતાના પરિવાર સાથે રહે છે. તે પોતાની કાર પર PRESS લગાવીને ફરે છે. જો કે તે કોઈ પત્રકાર નથી. ગત રોજ મનીષા ચોકડી નજીક આવેલા સૂર્યકિરણ કોમ્પ્લેક્ષ પાસે આવેલો અમર પાન પાર્લર નામની દુકાન રાત્રી કરફ્યુ દરમિયાન ચાલુ હતી. જે અંગેની વાત મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર પહોંચતા પિયુષ મિસ્ત્રી મળી આવ્યો હતો.
પોલીસે તેની પૂછપરછ કરતા પિયુષ પ્રેસ મીડિયામાં છું તેમ કહી રોફ ઝાડયો હતો. આટલેથી નહીં અટકતા પિયુષ પોતે મીડિયા કવરેજની સ્ટોરી કરવા આવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. અને મારી પાસે ઓલ એક્સેસ મીડિયાનો પાસ હોવાનો પણ પોલીસ કર્મીને કહ્યું હતું.
દરમિયાન પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરતા સ્ટોરીના કવરેજ અંગે અથવાતો ભૂતકાળમાં કરેલા કવરેજ અંગે કોઈ સંતોષકારક માહિતી મળી આવી ન હતી. જેને લઈને પીયૂષે ખોટી રીતે મીડિયાના નામનો દુરુપયોગ કર્યો હોવાનું તપાસમાં સામે આવતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પત્રકાર ના નામે પૈસા મંગવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. અને આ મામલે અનેકની ધરપકડ પણ કરવામાં આવી હતી. પત્રકાર ના નામે કાયદાનું ઉલ્લંઘન કરનારા બોગસ તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ તેવું સૌ કોઈનું માનવું છે.