• 28 વર્ષીય રમેશભાઇ રંગાણીનો ગત 27 એપ્રિલના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો
  • તમામ ડોકટરો અને સ્વંમસેવકો ના સહીયારા પ્રયાસ થી તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યા અને યુવક સ્વસ્થ થયો
  • પુત્ર સ્વસ્થ થતા ઘરના સ્વજનો પણ ખુશ હતા અને તેને લેવા માટે ઘોડો લઈને આવ્યા

 

WatchGujarat. સુરતમાં 28 વર્ષીય યુવકે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયો છે. યુવક આઈસોલેશન સેન્ટરમાં એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ તે સ્વસ્થ થઈને ઘોડા પર પરત ફર્યો છે. તેણે આઈસોલેશન સ્ટાફને કહ્યું હતું કે હુ ટુંક સાજો થઇશ અને ફરી પરત અહી આવીશ. પણ દર્દી બની નહી અહી સ્વંમસેવક બની સેવા કરવા અને બીજા દર્દીઓને પણ મોટીવેટ કરી કોરોના સામે જંગ લડીશું

ઘોડા પર સવારી કરાવી તેને ઘરે જવા નીકળ્યા

સુરતના વેલંજા ખાતે રહેતા 28 વર્ષીય રમેશભાઇ રંગાણીનો ગત 27 એપ્રિલના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી તેઓને સારવાર અર્થે સુદામા ચોક સ્થિત આઈસોલેશન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓને અહી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તમામ ડોકટરો અને સ્વંમસેવકો ના સહીયારા પ્રયાસ થી તેમના તમામ રીપોર્ટ નોર્મલ આવ્યો હતો અને તેઓ સ્વસ્થ થયા હતા. તેઓ સ્વસ્થ થતા આસીસટન્ટ ક્મીશનર ઓફ પોલીસ પરમાર સાહેબ ના હસ્તે સોમનાથ દાદાની સ્મ્રુતી ભેટ આપી રજા આપવામા આવી હતી. પુત્ર સ્વસ્થ થતા ઘરના સ્વજનો પણ ખુશ હતા અને તેને લેવા માટે ઘોડો લઈને આવ્યા હતા અને અહીથી ઘોડા પર સવારી કરાવી તેને ઘરે જવા નીકળ્યા હતા. તેમના જુસ્સા જોઇને સ્વંમસેવકોયે પણ તીરંગા દ્વારા લીલીજંડી આપી હતી.

હું પરત આવીશ અને દર્દીઓની સેવા કરીશ

આ 28 વર્ષના યુવાન પોતે રજા લેતા એક સારો મેસેજ પણ આપતા ગયા છે. 28 વર્ષીય રમેશભાઇ રંગાણીએ કહ્યું હતું કે ટુંક સમયમા ફરી પરત અહી આવીશ. પણ દર્દી બની નહી અહી સ્વંમસેવક બની સેવા કરવા અને બીજા દર્દીઓને પણ મોટીવેટ કરી કોરોના સામે જંગ લડીશું. તેઓના આ વાતને લઈને ત્યાં હાજર સ્ટાફનો જુસ્સો પણ વધી ગયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના સામે લડવા માનસિક રીતે સ્વસ્થ અને તણાવ મુકત હોવું પણ ખુબ જરૂરી છે. અને દર્દીઓ આવી રીતે સ્વસ્થ પણ થઇ રહ્યા છે અને તે પણ એક જુસ્સા સાથે તે પણ એક સારી બાબત કહી શકાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud