• પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ઘટનાની ગંભીર નોંધ લઈ શિક્ષાત્મક પગલાં ભરવાના આદેશો આપ્યા
  • PI એ પોતાના WhatsApp સ્ટેટસમાં વડા પ્રધાનની ટીકા કરતો એક વીડિયો મૂક્યો હતો

WatchGujarat  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ટીકાત્મક વીડિયો પોતાના WhatsApp સ્ટેટસ પર મૂકનારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI જાસમીન રોઝિયાની તાત્કાલિક અસરથી પોલીસ કંટ્રોલરૂમમાં બદલી કરી દેવાઈ છે. PI રોઝિયાએ પોતાના WhatsApp સ્ટેટસમાં વડા પ્રધાનની ટીકા કરતો એક વીડિયો મૂક્યો હતો. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આખી ઘટનાની ગંભીર નોંધ લઈ શિક્ષાત્મક પગલાં ભરવાના આદેશો કર્યા હતા.

વિવાદીત WhatsApp સ્ટેટસની નોંધ ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધી લેવાઈ

ક્રાઇમ બ્રાન્ચના PI જાસમીન રોઝિયાએ 29મી ડિસેમ્બર 2020ના રોજ તેમના WhatsApp ના સ્ટેટસમાં વડાપ્રધાન મોદીનો આકરી ટીકા કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેને લઈને ACP ડી.પી.ચૂડાસમાએ PI રોઝિયાને ઝાટક્યા પણ હતા. આખરે તેઓએ સ્ટેટસમાંથી વીડિયો ડિલીટ કરાવ્યો હતો. પરંતુ તે પહેલા તેમના સ્ટેટસવાળો વીડિયો અને સ્ક્રીન શોટ વાઇરલ થઈ ગયા હતા. PI રોઝિયાના વિવાદીત સ્ટેટસની નોંધ ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધી લેવામાં આવી હતી. IPS અધિકારીઓએ પણ આ સ્ટેટસની ગંભીર નોંધ લીધી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud