watchgujarat: રાષ્ટ્રીય રાજધાનીમાં ડેન્ગ્યુના કેસોએ છ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હીમાં આ સિઝનમાં 5,270 કેસ નોંધાયા છે, જે 2015 પછી સૌથી વધુ છે. ગઈકાલે સોમવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

રિપોર્ટ મુજબ છેલ્લા એક સપ્તાહમાં જ ડેન્ગ્યુના 2,570 કેસ મળી આવ્યા છે. જોકે, આ દરમિયાન ડેન્ગ્યુથી કોઈ મૃત્યુ નોંધાયું નથી. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે 13 નવેમ્બર સુધી ડેન્ગ્યુના કુલ 5,277 કેસ મળી આવ્યા છે. અગાઉ, 2020માં ડેન્ગ્યુના 1,072 કેસ, 2019માં 2,036 કેસ, 2018માં 2,798 કેસ, 2017માં 4,726 અને 2016માં 4,431 કેસ નોંધાયા હતા. રિપોર્ટ અનુસાર વર્ષ 2015માં ડેન્ગ્યુએ ભારે વિનાશ સર્જ્યો હતો. તે વર્ષે એકલા ઓક્ટોબરમાં, 10,600 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા, જે 1996 પછી રાષ્ટ્રીય રાજધાનીમાં સૌથી ખરાબ છે.

રિપોર્ટ અનુસાર, આ વર્ષે દિલ્હીમાં ડેન્ગ્યુના કુલ મળી આવેલા કેસોમાંથી 1 થી 13 નવેમ્બર સુધીમાં 3,740 કેસ મળી આવ્યા છે. ઓક્ટોબરમાં 1,196 કેસ નોંધાયા હતા. આ વર્ષે 6 નવેમ્બર સુધી, ડેન્ગ્યુના કુલ કેસ 2,708 હતા અને ડેન્ગ્યુના કારણે સત્તાવાર મૃત્યુઆંક નવ છે. સપ્ટેમ્બરમાં 217 કેસ નોંધાયા હતા, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. આ વર્ષે ડેન્ગ્યુથી મૃત્યુઆંક 2017 પછી સૌથી વધુ છે. તે વર્ષે ડેન્ગ્યુથી દસ લોકોના મોત થયા હતા.

Facebook Comments Box

Videos

Our Partners