• કાર્યકર્તાઓ સાથે મજબૂતી બનાવવા આ સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો
  • અમિત શાહ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા
  • સુરત લઘુ ભારત છે સુરતમાં વિજય એટલે દેશભરમાં મેન્ડેટ મળશે એવું સમજવું : અમિત શાહ
  • પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મજુરાગેટથી બાઇક રેલી કાઢીને સ્નેહમિલન કાર્યક્રમ સ્થળ સુધી પહોંચ્યા હતા

WatchGujarat.આજે સુરતમાં ભાજપ દ્વારા શક્તિપ્રદર્શન રૂપી સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આવનારી ગ્રામપંચાયત અને વિધાનસભા ચૂંટણી પહેલા વિરોધીઓને સાનમાં સમજી જવાનો ગર્ભિત ઈશારો પણ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના ગઢમાં કર્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસદ, ધારાસભ્યો, મંત્રીમંડળના તમામ સભ્યોએ કાર્યકર્તાઓ સાથે મજબૂતી બનાવવા આ સ્નેહમિલન કાર્યક્રમ રાખ્યો હતો. શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મજુરાગેટથી બાઇક રેલી કાઢીને સ્નેહમિલન કાર્યક્રમ સ્થળ સુધી પહોંચ્યા હતા.

અમિત શાહ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. સ્વચ્છતા માટે સુરતને બીજો ક્રમ મળતા તેઓએ સુરત મહાનગરપાલિકાના વખાણ કર્યા હતા. આ ઉપરાંત સીઆર પાટીલે સ્નેહમિલન કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે 2002માં જે રીતે નરેન્દ્ર મોદીએ અશ્વમેઘ આખા દેશમાં ફર્યો હતો તે ભાજપના કાર્યકર્તાઓ ને આભારી છે. કાર્યકર્તાઓનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધો છે. જેમ અહીં તેઓ સીએમ તરીકે બેઠા છે તેમ આવતીકાલે કોઈપણ સામાન્ય કાર્યકર સીએમ તરીકે બેસી શકે છે. જેમ અમે અહીં આવ્યા તો અમારો વટ પાડી દીધો તમે ગાંધીનગર આવશો તો હું તમારો વટ પાડી દે હજી પણ મારામાં કાર્યકર્તા જીવંત રહ્યો છે તે ફક્ત તમારા કારણે છે.

વર્ચ્યુઅલ રીતે જોડાયેલા અમિત શાહે ભાજપના તમામ કાર્યકર્તાઓને દિવાળીની શુભકામના આપી હતી. સ્વચ્છતામાં બીજું સ્થાન મેળવવા પણ તેમણે મહેનત કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે સુરત લઘુ ભારત છે સુરતમાં વિજય એટલે દેશભરમાં મેન્ડેટ મળશે એવું સમજવું. સી.આર.પાટીલ પ્રમુખ નો પેજ પ્રમુખનો પ્રયોગ આજે દેશભરના પાર્ટી કાર્યકર્તાઓ માટે મોડેલ બન્યું છે. પાંચ ટ્રીલયન ના લક્ષ્યાંક હાંસલ કરવામાં સુરત મહત્વનું યોગદાન આપશે. અમિત શાહે સી.આર.પાટીલના ભરપેટ વખાણ કર્યા હતા. અને આવનારી 2022ની ચૂંટણીમાં આઝાદી પછી સૌથી વધુ બેઠકો જીતીને રેકોર્ડ બનાવવા પણ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud